રશિયામાં વસ્તી વધારવા માટે પુતિનનો વિચિત્ર આદેશ, રાત્રે લાઈટ-ઈન્ટરનેટ બંધ
November 12, 2024
રશિયા : યુક્રેન સાથેના મહા યુદ્ધ વચ્ચે રશિયાની વ્લાદિમીર પુતિન સરકાર ઘટતી વસ્તીનો સામનો કરી રહી છે. આ સંકટને નીપટાવવા માટે રશિયન સરકારે લોકોને જાગૃત કર્યા છે, આકર્ષક ઓફરો અને વચનો આપી રહી છે. પરંતુ દરેક કોશિશ હજુ સુધી કોઈ પરિણામ લાવી શકી નથી. એક રિપોર્ટ પ્રમાણે પુતિન સરકાર હવે જન્મ દર વધારવા માટે એક અનોખો ઉપાય શોધ્યો છે. આ અંગે પાંચ દરખાસ્તો પર વિચાર કરવામાં આવી રહ્યો છે, જેમાં રાત્રે 10 વાગ્યા પછી લાઇટ-ઇન્ટરનેટ બંધ કરવા, માતાઓને પ્રોત્સાહક રાશિ આપવી, સરકાર તરફથી કપલને પહેલી તારીખનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવામાં આવશે અને સેક્સ મંત્રાલયની સ્થાપના કરવાનું પણ સામેલ છે.
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના વફાદાર અને રશિયન સંસદમાં કૌટુંબિક સંરક્ષણ સમિતિના અધ્યક્ષ નીના ઓસ્ટાનીનાએ સેક્સ મંત્રાલયની રચના માટે માંગ કરી છે. તેમનું માનવું છે કે આ મંત્રાલય દ્વારા વસ્તી વધારવા માટે વિવિધ પ્રકારના ઉપાયો શોધવામાં આવશે. જેથી દેશને સમસ્યામાંથી બહાર લાવી શકાય.
રશિયામાં ઘટતી વસ્તીનું મુખ્ય કારણ યુક્રેન સંઘર્ષ પણ જવાબદાર છે. ફેબ્રુઆરી 2022માં શરૂ થયેલા આ યુદ્ધમાં લાખો રશિયન સૈનિકો માર્યા ગયા છે. હાલમાં જ બ્રિટિશ અધિકારીઓએ દાવો કર્યો હતો કે, આ યુદ્ધમાં રશિયા આશરે 7 લાખ સૈનિકો ગુમાવી ચૂક્યું છે અને આ સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગયા મહિને ઑક્ટોબરમાં દરરોજ સરેરાશ 1500 રશિયન સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો. આ સિવાય રશિયામાં હાજર યુવાનોને આર્મી ટ્રેનિંગ આપીને યુક્રેન મોકલવામાં આવી રહ્યા છે. દેશના અધિકારીઓ ઘટતી વસ્તીને રોકવા માટે પુતિનના આહ્વાન પહોંચી વળવા અસંખ્ય યોજનાઓ પર વિચાર કરી રહ્યા છે.
Related Articles
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સાથે ડીઝલ ડીલ બાદ ટ્રમ્પના નિવેદનથી હોબાળો
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સ...
Oct 11, 2026
ખૈબર પખ્તુનખ્વામાં ઇમરજન્સીની ઘોષણા થતાં ઇમરાન ખાનની PTI સરકાર સસ્પેન્ડ
ખૈબર પખ્તુનખ્વામાં ઇમરજન્સીની ઘોષણા થતાં...
Oct 11, 2026
રશિયા અને યુક્રેન વચ્ચે એનર્જી સીઝફાયર થયું, અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો દાવો
રશિયા અને યુક્રેન વચ્ચે એનર્જી સીઝફાયર થ...
Oct 11, 2026
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી! આર્મી ચીફના પ્રસ્તાવનો વિરોધ
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી...
Oct 09, 2026
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ, સામાન મૂકીને ભાગ્યા મુસાફરો; ભારતથી જતી કેટલીક ફ્લાઇટો રદ
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ,...
Oct 08, 2026
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્યું- મેં 8 યુદ્ધમાં સમાધાન કરાવ્યું, હું ખોટું નથી બોલતો
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની મા...
Oct 08, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026