સીરિયામાં બળવાખોરોનું તાંડવ, એલેપ્પો બાદ હામા પ્રાંતના 4 વિસ્તારો કબજે કર્યા, અનેક સૈનિકોની હત્યા
December 02, 2024
સીરિયાના બળવાખોરોએ અલેપ્પોમાં પ્રવેશ કરી શહેરના મોટા ભાગ પર કબજો કરી લીધો છે. આ સમય દરમિયાન તેઓએ ડઝનેક સીરિયન સૈનિકોને મારી નાખ્યા. તેમજ બળવાખોરોએ સીરિયન આર્મી બેઝ પર કબજો કરી લીધો છે અને ત્યાં રાખવામાં આવેલા હથિયારો પણ કબજે કરી લીધા છે. બળવાખોરોએ શહેરના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેમજ હામા પ્રાંતના ચાર વિસ્તારો પણ કબજે કર્યા છે. દરમિયાન, સરકારી સેનાએ બળવાખોરો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે અને તેના સમર્થનમાં રશિયન હવાઈ હુમલામાં 20 બળવાખોરો માર્યા ગયા હોવાના સામે આવ્યું છે. સીરિયાના લાંબા સમયથી ચાલતા ગૃહયુદ્ધમાં બળવાખોરો આઠ વર્ષ બાદ અલેપ્પો શહેરમાં ઘુસી આવ્યા છે. અગાઉ, ત્યાં મહિનાઓ સુધી લડાઈ ચાલતી હતી અને સરકારી સૈન્યએ બળવાખોરોને બહારના વિસ્તારોથી સરહદી ગામોમાં ભગાડી દીધા હતા. ત્યારથી આખું શહેર સેનાના નિયંત્રણમાં હતું. પરંતુ ચાર દિવસ પહેલા શરૂ થયેલી લડાઈએ અચાનક પરિસ્થિતિ બદલી નાખી.રશિયા અને ઈરાન અસદની સાથે છે, જ્યારે બળવાખોર જૂથોને તુર્કીનું સમર્થન છે. રવિવારે જોર્ડન અને ઈરાકે પણ સીરિયાને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. ઈરાન એવું પણ કહી રહ્યું છે કે વિદ્રોહીઓને અમેરિકા અને ઈઝરાયેલ તરફથી મદદ મળી રહી છે.
Related Articles
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહાર: હોર્મુઝમાં જહાજો પાસેથી હવે યુઆનમાં લેશે ટોલ, એજન્સી બનાવી
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહ...
May 09, 2026
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પૃથ્વીથી લઈને ચંદ્ર સુધી રહસ્યમયી વસ્તુના પુરાવા
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પ...
May 09, 2026
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિકા આખરે સહમત
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિ...
May 09, 2026
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા તે પહેલાં જ હોર્મુઝમાં ચીની ટેન્કર પર હુમલો
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા...
May 09, 2026
ક્રુઝ શિપમાં હંટા વાયરસથી ત્રણનાં મોત, 24થી વધુ શિપ છોડી ભાગ્યા
ક્રુઝ શિપમાં હંટા વાયરસથી ત્રણનાં મોત, 2...
May 09, 2026
ચીનમાં જિનપિંગ સાથે કામ કરતાં બે પૂર્વ સંરક્ષણ મંત્રીને ફાંસીની સજા, લાંચ લેવાનો હતો આરોપ
ચીનમાં જિનપિંગ સાથે કામ કરતાં બે પૂર્વ સ...
May 09, 2026
Trending NEWS
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે...
09 May, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના...
09 May, 2026
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
09 May, 2026
કોહલી, પ્રિયંકા, રોનાલ્ડો સહિતની હસ્તીઓએ ગુમાવ્યા...
09 May, 2026