'FIR નોંધીને ધરપકડ કરો..', PM મોદી સાથે 'અપ્રિય ઘટના'ની આશંકા મુદ્દે રાહુલ ગાંધીનો જવાબ
February 09, 2026
સંસદના બજેટ સત્રમાં સતત હંગામો જોવા મળી રહ્યો છે. આજે સવારે 11 વાગ્યે સંસદ શરૂ થતાં જ ભારે ઉહાપોહ મચાવવામાં આવ્યો જે બાદ મંગળવાર સુધી સંસદની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી. આજે ફરી રાહુલ ગાંધી પૂર્વ સેના પ્રમુખ નરવણે પર બોલવા માંગતા હતા પણ તેમણે બજેટ પર જ બોલવા માટેની મંજૂરી આપવામાં ન આવતા વિપક્ષે ફરી સંસદમાં ભારે વિરોધ કર્યો હતો. જે બાદ રાહુલ ગાંધીએ લોકસભા સ્પીકરની મુલાકાત કરી હતી અને વિવિધ મુદ્દા પર વિપક્ષનો પક્ષ રાખ્યો હતો.
સૂત્ર તરફથી એ પણ માહિતી મળી છે કે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ઈન્ડિ ગઠબંધનના નેતાઓ સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત કરી હતી. જેમાં મુખ્યત્વે ત્રણ મુદ્દા ઉઠાવ્યા હતા, જેવા કે, રાષ્ટ્રપતિના અભિભાષણ પર વિપક્ષને બોલવાની જ મંજૂરી આપવામાં આવી નથી, બીજો મુદ્દો એ મૂક્યો કે સત્તા પક્ષ દ્વારા ઘણી વખત પુસ્તકને ટાંકીને વિપક્ષ પર આરોપો મૂકવામાં આવે છે, તો બીજી તરફ કેમ વિપક્ષ પુસ્તકની વાતને ટાંકીને સંસદમાં રજૂ કરે તો તેને મંજૂરી આપવામાં આવતી નથી, છેલ્લે રાહુલ ગાંધીએ આઠ સાંસદોને સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા તે પર પણ પોતાનો પક્ષ મૂક્યો હતો, છેલ્લે PM મોદી પર લોકસભામાં અપ્રિય થવાની શક્યતા હતી તે વાતને નકારી કાઢી હતી અને સવાલ કર્યો હતો કે તો ફરિયાદ કેમ નોંધવામાં આવી નથી?
Related Articles
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવા...
Oct 09, 2026
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પૂર્ણ : વોટ ચોરીનો મુદ્દો ઉઠ્યો
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલા...
Oct 09, 2026
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગરોળ ભારતીય નૌકાદળમાં થશે સામેલ
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગર...
Oct 09, 2026
Trending NEWS
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026
06 October, 2026
05 October, 2026
05 October, 2026