POCSO એક્ટમાં આવશે 'રોમિયો-જ્યુલિયટ ક્લોઝ'? સુપ્રીમ કોર્ટ રાહત આપવાના મૂડમાં!
January 11, 2026
દિલ્હી : સુપ્રીમ કોર્ટે બાળકોના શારીરિક શોષણથી બચાવવા માટે બનાવાયેલા POCSO અધિનિયમના વધતા દુરૂપયોગ અંગે ગંભીર ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે, આ કાયદો બાળકોની સુરક્ષા માટે એક પવિત્ર અને સારા ઇરાદાનું પ્રતિક છે. જોકે અનેક કિસ્સામાં તેનો હથિયાર તરીકે ઉપયોગ થાય છે. કોર્ટે કહ્યું કે, આ કાયદાને ખાસ કરીને તેવા કિસ્સામાં ખૂબ જ દુરુપયોગ થઇ રહ્યો છે જ્યાં કિશોરો (ટિનેજર્સ) વચ્ચે સંમતિથી સંબંધો બંધાયા હોય. પરંતુ પરિવારનો વિરોધ હોય. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ સમસ્યા અંગે ગંભીરતાથી વિચાર કરવા માટે જણાવ્યું છે. આવા કિસ્સામાં રાહત આપવા માટે રોમિયો-જુલિયેટ ક્લોઝ લાવવા અંગે પણ વિચાર કરવા માટે જણાવ્યું છે, જેથી વાસ્તવિક કિશોર જોડાઓને બિનજરૂરી ગુનાહિત કેસથી બચાવી શકાય.
ન્યાયમૂર્તિ સંજય કરોલ અને ન્યાયમૂર્તિ એન.કોટેશ્વર સિંહની પીઠે અલ્હાબાદ હાઈકોર્ટના એક ચુકાદા અંગે વ્યાપક નિર્દેશોને રદ્દ કરતા કેન્દ્ર સરકારને રોમિયો-જુલિએટ ક્લોઝ નો સમાવેશ કરવા માટેની ભલામણ કરી છે. આ ક્લોઝ તરૂણોને પ્રેમ બાદ સહમતિથી બંધાયેલા સંબંધો બાદ પોક્સોમાં ફસાતા અટકાવવામાં મદદ કરશે. કાયદાકીય કઠોરતાથી બચાવશે. જ્યાં બન્ને પક્ષો સંમતીથી સંબંધોમાં હોય અને ઉંમરનું ખુબ જ સામાન્ય અંતર હોય. સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી ઉત્તર પ્રદેશ રાજ્ય વિરુદ્ધ અનુરુદ્ધ મામલે આવી, જ્યાં અલ્હાબાદ હાઇકોર્ટે POCSO નાં એક કિસ્સામાં આરોપીના જામીન આપતા સમગ્ર રાજ્યમાં લાગુ થનારા કેટલાક નિર્દેશ આપ્યા હતા. જેમાં ઉલ્લેખ હતો કે, POCSO ના કેસની શરૂઆતમાં પીડિતાની ઉંમરનો મેડિકલ ટેસ્ટ ફરજિયાત કરાવવામાં આવે અને કોર્ટ શાળા અથવા જન્મતારીખના દાખલા અંગે શંકા જતા જ જામીન ફગાવી દેવામાં આવે.
Related Articles
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવા...
Oct 09, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026