એક જ સંધિ માટે રશિયા અને યૂક્રેને ભરી હામી

February 26, 2025

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે જણાવ્યુ હતુ કે, આશા રાખીએ છીએ કે, વોલોડિમિર જેલેંસ્કી આ અઠવાડિયે આવીને કરાર પર હસ્તાક્ષર કરશે. અગાઉ આ બંને નેતાઓએ એકબીજા પર શાબ્દિક પ્રહાર કર્યા છે. ટ્રમ્પે વધુમાં કહ્યુ હતુ કે, યૂક્રેનને લડવા માટે અધિકાર મળશે. જે સંધિ માટે રશિયા પહેલાથી જ તૈયાર હતુ તેના માટે હવે યૂક્રેને પણ હામી ભરી છે.

હવે મુશ્કેલી એ છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ આ મામલે શું પગલા લેશે?. છેલ્લા ઘણા સમયથી અમેરિકા અને યૂક્રેન વચ્ચે મતભેદ ચાલી રહ્યા છે. તે દરમિયાન યૂક્રેનના અધિકારીઓએ માહિતી આપી છે કે, અમેરિકા સાથે તેઓ મેજર મિનરલ્સ સંધિ સુધી પહોંચ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે, અમે સંશોધનો બાદ આ કરાર માટે સહમતિ દર્શાવી છે. અને આ એક સકારાત્મક પરિણામ રહેશે.

તો આ તરફ, રશિયાએ પણ મિનરલ્સ ડીલ માટે ઓફર કરી છે. સુત્રોએ જણાવ્યુ છે કે વોશિંગટને પ્રાકૃતિક સંસાધનોના ઉપયોગથી સંભાવિત રાજસ્વમાં 500 બિલિયન ડૉલરની પોતાના અધિકારની માગ છોડી દીધુ છે. પરંતુ હજુ સુધી યૂક્રેનને સુરક્ષા માટે કોઇ નક્કર ગેરંટી નથી આપી. જે આ કરારમાં યૂક્રેનની પ્રમુખ માગ રહી છે.