સ્વીડનમાં કુરાન બાળનારા 38 વર્ષના શખ્સ સલવાન મોમિકાની હત્યા, 2023માં ચકચાર જગાવી હતી
January 30, 2025
સ્ટોકહોમ : સ્વીડનમાં વર્ષ ૨૦૨૩માં કુરાન બાળનારા સલવાન મોમિકા નામના શખ્સની ગોળી મારીને હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. સલવાન સ્વીડનમાં ઇસ્લામ ધર્મનો કટ્ટર આલોચક હતો. પ્રાપ્ત માહિતી અનુસાર મોમિકાને બુધવારે રાત્રે સ્ટોકહોમ પાસે સોડેટેલિયે વિસ્તારમાં ગોળી મારવામાં આવી હતી. સલવાને સ્વીડનની રાજધાની સ્ટોકહોમની સૌથી મોટી મસ્જિદ ધાર્મિક ગ્રંથ કુરાનનું અપમાન કરીને સળગાવ્યું હતું. મોમિકા સલવાનના ભડકાઉ નિવેદનો અને કુરાન સળગાવવાના સ્વીડન જ નહીં સમગ્ર વિશ્વમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.
વીડિયો વાયરલ થયા પછી અનેક મુસ્લિમ દેશોના ધાર્મિક સંગઠનો રોષે ભરાયા હતા. અનેક સ્થળોએ કોમી દંગી અને અશાંતિ ફેલાઈ હતી. સ્ટોકહોમની અદાલત દ્વારા સલવાન મોમિકા પર ધાર્મિક ભેદભાવ અને અપમાનને લગતો મુકદમો સ્ટોકહોમની અદાલતમાં ચાલતો હતો. હમણાં અદાલતે પ્રતિવાદીનું મૃત્યુ થતાં ચુકાદો આપવાનો ટાળી દીધો હતો. અદાલતના આ નિર્ણય પછી મોમિકાની હત્યાનો બનાવ બન્યો છે.
ગોળી મારીને આરોપી ફરાર થઈ ગયો હતો. સલવાન મોમિકા સ્થળ પર જ ઢળી પડતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.આ ઘટનાના સ્વીડનના કટ્ટરપંથીઓમાં ઘેરા પ્રત્યાઘાતો પડે તેવી શકયતા છે. સ્વીડીશ મોમિકા પોતાને ઇરાક મૂળનો ખ્રિસ્તી ગણતો હતો. તેના સંગઠનનું નામ ઇમામ અલી બ્રિગેડસ અંર્તગર્ત આવતું હતું. આ સંગઠનની રચના ૨૦૧૪માં બનાવાયું હતું જેના પર યુદ્ધ અપરાધના આરોપો મઢાયા હતા. સલવાન મોમિકાએ ૨૦૧૭માં ઇરાકી શહેર મોસુલના પરા વિસ્તારમાં પોતાના એક સશસ્ત્ર સમૂહને પણ તૈયાર કર્યો હતો.
Related Articles
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી! આર્મી ચીફના પ્રસ્તાવનો વિરોધ
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી...
Oct 09, 2026
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ, સામાન મૂકીને ભાગ્યા મુસાફરો; ભારતથી જતી કેટલીક ફ્લાઇટો રદ
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ,...
Oct 08, 2026
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્યું- મેં 8 યુદ્ધમાં સમાધાન કરાવ્યું, હું ખોટું નથી બોલતો
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની મા...
Oct 08, 2026
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાનો મસ્કનો દાવો! ભારતે કહ્યું- અમારા નિયમો એકદમ નિષ્પક્ષ
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી ર...
Oct 08, 2026
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
Trending NEWS
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026