દસ હજાર વર્ષ પૂર્વે નામશેષ થયેલાં સફેદ વરૂને વિજ્ઞાનીઓએ જનીન ઇજનેરી દ્વારા સજીવન કર્યાં
April 09, 2025
વોશિંગ્ટન : આજે જોવા મળતાં ગ્રે વરૂ કરતાં કદમાં ઘણાં મોટાં અને ૧૦,૦૦૦ વર્ષ અગાઉ નામશેષ થઇ ગયેલાં ડિરે વોલ્વ્ઝ યાને સફેદ વરૂને કોલોસલ બાયોસાયન્સીઝ કંપનીના સંશોધકો દ્વારા જનીન ઇજનેરી દ્વારા સજીવન કરવામાં આવ્યા છે. યુએસમાં એક અજ્ઞાત સ્થળે રાખવામાં આવેલાં આ ત્રણ સફેદ વરૂઓ લાંબા સફેદ વાળ ધરાવે છે અને તેમની વય ત્રણથી છ મહિનાની છે. આ વરૂઓનું વજન હાલ આશરે ૮૦ પાઉન્ડ છે જે પુખ્ત વય સુધીમાં વધીને ૧૪૦ પાઉન્ડ થઇ જશે. યુએસના વિજ્ઞાનીઓએ આ સિદ્ધિ હાંસલ કરવા માટે નેચરલ હિસ્ટરી મ્યુઝિયમમાંથી ડિરે વોલ્ફના ૧૩,૦૦૦ વર્ષ જૂના દાંત અને ઇડાહોમાંથી મળી આવેલી ૭૨,૦૦૦ વર્ષ જુની ખોપડીના હિસ્સાનો અભ્યાસ કરી તેના ડીએનએ મારફતે આ વરૂની ખાસિયતોનો અભ્યાસ કર્યો હતો. એ પછી વિજ્ઞાનીઓએ જીવતાં ગ્રે વરૂમાંથી રક્તકોષ લઇ સીઆરઆઇએસપીઆર ટેકનોલોજીનો ઉપયોગ કરી વીસ અલગ અલગ સ્થળે તેમાં જનીન ઇજનેરી દ્વારા સુધારાવધારા કર્યા હતા. કોલોસલ કંપનીના મુખ્ય વિજ્ઞાની બેથ શેપિરોએ જણાવ્યું હતું કે એ પછી આ જનીન સામગ્રીને પાળેલી કૂતરીમાંથી મેળવવામાં આવેલાં અંડકોષમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. એ પછી પાળેલી કૂતરીના ગર્ભાશયમાં આ ગર્ભ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ૬૨ દિવસ બાદ તેમાંથી જનીન ઇજનેરીનો ચમત્કાર સમાન આ ત્રણ સફેદ વરૂઓનો જન્મ થયો હતો.
Related Articles
મ્યાનમારના નેતા આંગ સાન સૂ કી જેલમુક્ત, ઘરમાં જ નજરકેદ રહેશે! સત્તા પર હજુ સૈન્યનો કબજો
મ્યાનમારના નેતા આંગ સાન સૂ કી જેલમુક્ત,...
May 01, 2026
PM, CM, મંત્રી, નેતા કે અધિકારી...તમામની સંપત્તિ તપાસાશે, નેપાળમાં બાલેન શાહનો માસ્ટરસ્ટ્રોક
PM, CM, મંત્રી, નેતા કે અધિકારી...તમામની...
May 01, 2026
અમેરિકાએ 24 કલાકમાં ઈઝરાયલ મોકલ્યા 6500 ટન વિસ્ફોટક, ઈરાન પર હુમલાની આશંકા
અમેરિકાએ 24 કલાકમાં ઈઝરાયલ મોકલ્યા 6500...
May 01, 2026
OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર્યો તો $25 દંડ
OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર...
Apr 30, 2026
ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા, મજાક ઉડાવતાં કહ્યું - અમારા નવા હથિયારથી હાર્ટએટેક આવી જશે!
ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા,...
Apr 30, 2026
ભારતનો કોહિનૂર હીરો પાછો આપો...' અમેરિકાથી ઝોહરાન મમદાણીએ ઊઠાવ્યો અવાજ
ભારતનો કોહિનૂર હીરો પાછો આપો...' અમેરિકા...
Apr 30, 2026
Trending NEWS
OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર્યો તો $25...
30 April, 2026
ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા, મજાક ઉડાવત...
30 April, 2026
કેનેડાના માસ શૂટિંગના વિવાદ બાદ OpenAI પર કેસ: Cha...
30 April, 2026
ભારતનો કોહિનૂર હીરો પાછો આપો...' અમેરિકાથી ઝોહરાન...
30 April, 2026
શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સમાં 927 અને નિફ્ટીમાં 2...
30 April, 2026