દેશભરમાં શીતલહેરઃ ઉત્તર ભારત ગાઢ ધુમ્મસના સકંજામાં, યુપીની સ્કૂલોમાં રજા, MP-ઝારખંડમાં કાતિલ ઠંડી
December 29, 2025
દેશભરમાં હાલ હાડ થીજવતી ઠંડી અને શીતલહેરનો પ્રકોપ યથાવત્ છે. પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષા અને તાપમાનમાં મોટા ઘટાડાને કારણે મેદાની વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. સોમવારે સવારે દેશની રાજધાની દિલ્હીમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું, જેના કારણે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર વિઝિબિલિટી ઘટીને માત્ર 50 મીટર રહી ગઈ હતી, જેની સીધી અસર ફ્લાઈટ કામગીરી પર પડી છે.
ઉત્તર ભારત ધુમ્મસની ચાદરમાં લપેટાયું ઉત્તર પ્રદેશ અને પંજાબમાં કડકડતી ઠંડીએ લોકોને ધ્રુજાવી દીધા છે. યુપીના આગ્રા, મેરઠ અને ગોરખપુર સહિત 37 જિલ્લાઓમાં હવામાન વિભાગે અત્યંત ગાઢ ધુમ્મસનું એલર્ટ જાહેર કર્યું છે, તેમજ સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. પંજાબના એસબીએસ નગરમાં લઘુત્તમ તાપમાન 2.4 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે અમૃતસર, લુધિયાણા અને પટિયાલામાં પણ પારો 5 થી 6 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. હરિયાણાના રેવાડીમાં વિઝિબિલિટી એટલી ઓછી હતી કે 10-15 મીટર દૂર જોવું પણ મુશ્કેલ બન્યું હતું.
ઝારખંડ અને બિહારમાં સ્થિતિ ગંભીર ઝારખંડના પ્રવાસન સ્થળ મેક્લુસ્કીગંજમાં રવિવારે પારો ગગડીને 0.9 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તાર શીતલહેરની ઝપેટમાં આવી ગયો છે. બિહારમાં પણ પટના સહિત 25 જિલ્લાઓમાં 'કોલ્ડ ડે' જેવી સ્થિતિ સર્જાઈ છે. જહાનાબાદ, ગયા અને બક્સર જેવા વિસ્તારોમાં ભીષણ ઠંડીને કારણે લોકો ઘરમાં કેદ રહેવા મજબૂર બન્યા છે. રાજસ્થાનના પણ મોટાભાગના શહેરોમાં તાપમાન સિંગલ ડિજિટમાં નોંધાયું છે.
30 ડિસેમ્બર: પંજાબ, હરિયાણા, યુપી અને બિહાર સહિતના રાજ્યોમાં ઠંડીનું જોર યથાવત રહેશે અને સવારે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે.
1 જાન્યુઆરી (નવું વર્ષ): નવા વર્ષના પ્રારંભે પહાડી રાજ્યોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે મેદાની વિસ્તારોમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે.
Related Articles
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવા...
Oct 09, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026