પરિષદ અને નગર પંચાયત ચૂંટણીમાં શિંદે'સેનાએ ભાજપને મ્હાત આપી
December 21, 2025
શિવસેનાએ 135 બેઠકોમાંથી 50 બેઠકો પર ચૂંટણી જીતી
મુંબઈ- મહારાષ્ટ્ર નગર પરિષદ અને નગર પંચાયત ચૂંટણી 2025ના પરિણામોમાં નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાએ પ્રચંડ જીત મેળવી છે. આ ચૂંટણીમાં શિંદે સેનાનો 'સ્ટ્રાઈક રેટ' એટલો ઊંચો રહ્યો છે કે વિરોધીઓ તો ઠીક, ગઠબંધનના સાથી પક્ષો પણ આશ્ચર્ય પામ્યા છે. અત્યાર સુધી ભાજપના ટેકાથી જ જીતતી હોવાના આક્ષેપોનો સામનો કરનાર શિવસેનાએ આ વખતે એકલા હાથે મેદાન મારીને પોતાની શક્તિ સાબિત કરી દીધી છે.
રિપોર્ટ મુજબ, શિવસેનાએ અંદાજે 135 બેઠકો પર ચૂંટણી લડી હતી અને તેમાંથી 50થી વધુ પદો પર વિજય મેળવ્યો છે.
શિવસેનાએ ખેડ નગર પરિષદમાં વિરોધીઓનો સફાયો કર્યો : સૌથી મોટી વાત એ છે કે, શિવેસનાએ ખેડ નગર પરિષદમાં મંત્રી યોગેશ કદમના નેતૃત્વમાં તમામ 21 બેઠકો જીતીને વિરોધીઓનો સફાયો કર્યો છે. અહીં માધવી ભુટાલા મેયર પદ સંભાળશે.
શિવસેનાએ ભાજપ નેતાના પ્રભુત્વવાળો વિસ્તાર પણ જીત્યો : આ ઉપરાંત વાશિમ જિલ્લાની માલેગાંવ નગર પંચાયત અને સોલાપુરના સાંગોલામાં પણ શિંદે સેનાએ શાનદાર દેખાવ કર્યો છે. સાંગોલામાં શિવસેનાના શહાજીબાપુ પાટીલે ભાજપના નેતા અને મંત્રી જયકુમાર ગોરેના પ્રભાવવાળા વિસ્તારમાં ક્લીન સ્વીપ આપી પોતાની પકડ મજબૂત કરી છે. જ્યારે માલેગાવ નગર પંચાયતની ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર ઓમ પ્રકાશ સુરખાડેની જીત થઈ છે. સાથી પક્ષ અને વિરોધીઓના ગઢમાં ગાબડું : કોંકણની બે સૌથી ચર્ચિત બેઠકો કણકવલી અને માલવણ પર ભાજપ અને શિવસેના વચ્ચે સીધી ટક્કર હતી. અહીં નારાયણ રાણેના બે પુત્રો નીતીશ રાણે અને નિલેશ રાણે વચ્ચે વર્ચસ્વની લડાઈ હતી, જેમાં શિવસેનાના ધારાસભ્ય નિલેશ રાણેની જીત થઈ છે.
મહાડમાં પણ ભરત ગોગાવલેના નેતૃત્વમાં શિવસેનાએ અજિત પવાર જૂથના દિગ્ગજ નેતા સુનીલ તટકરેના પ્રભાવને હરાવી જીત મેળવી છે. બઈ નજીક પાલઘર અને ડહાણુમાં પણ ગણેશ નાઈક જેવા ભાજપના દિગ્ગજોના વિસ્તારોમાં શિંદે સેનાએ ભગવો લહેરાવ્યો છે. આ ઉપરાંત શિવસેનાએ મુરગુડ, જયસિંગપુર, હાતકણંગલે, કુરુંદવાડ, જુન્નર, મંચર, રાજગુરુનગર અને ચાકણમાં પણ દમદાર સ્ટ્રાઈક રેટ મેળવ્યો છે.
Related Articles
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવા...
Oct 09, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026