પૃથ્વી પર પરત આવશે સુનિતા વિલિયમ્સ, ઈલોન મસ્કના 'ડ્રેગન'માં થશે વાપસી
February 14, 2025
વૉશિંગ્ટન : નાસાના ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી બેરી વિલ્મોર જલ્દી પૃથ્વી પર પરત ફરશે. બંને અંતરિક્ષ યાત્રી આઠ મહિના કરતા વધુ સમયથી આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (ISS)માં રહે છે. બોઇંગ સ્ટારલાઇનરમાં ખરાબીના કારણે બંને અંતરિક્ષ યાત્રીની વાપસીને ટાળી દેવાઈ હતી. આ મિશન ફક્ત આઠ દિવસનું હતું પરંતુ, હીલિયમ લીક અને થ્રસ્ટરમાં ખરાબીના કારણે તેમની વાપસી ન થઈ શકી. હવે સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોરને ઈલોન મસ્કની કંપની SpaceX ડ્રેગન ક્રૂ કેપ્સૂલથી પરત લાવવામાં આવશે. અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ જણાવ્યું કે, સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પહેલાં નક્કી કરવામાં આવેલાં અમુક સમય પહેલાં જ પરત લાવવામાં આવી શકે છે. બંને અંતરિક્ષ યાત્રી બોઇંગ સ્ટારલાઇનરના પહેલાં ચાલક દળના પરિક્ષણની ઉડાન પર ગયા હતાં અને આઠ મહિનાથી વધુ સમયથી અંતરિક્ષ પર જ રહે છે. આઠ દિવસ માટે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર ગયેલા સુનિતા વિલિયમ્સ હવે આઠ મહિના બાદ આખરે 12 માર્ચ, 2025ના દિવસે ધરતી પર પરત ફરી શકે છે.
બંને અંતરિક્ષ યાત્રી ફક્ત આઠ દિવસના મિશન માટે આઈએસએસ પર ગયા હતાં. તેઓ બોઇંગના સ્ટારલાઇનર કેપ્સૂલથી પરત આવવાનું હતું. પરંતુ, અંતરિક્ષ યાનમાં ટેક્નિકલ સમસ્યાઓના કારણે તેમના આવવામાં મોડું થયું. જેના કારણે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાં આઠ મહિનાથી વધુ સમયથી રહી રહ્યા છે. હવે નાસાએ કહ્યું કે, વિલિયમ્સ અને વિલ્મોરની નિર્ધારિત વાપસી નક્કી સમય કરતાં પહેલાં થઈ શકે છે. આ પહેલાં અંતરિક્ષ એજન્સીએ પહેલાં કહ્યું હતું કે, તે બંનેને માર્ચના અંત સુધીમાં પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
Related Articles
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી! આર્મી ચીફના પ્રસ્તાવનો વિરોધ
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી...
Oct 09, 2026
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ, સામાન મૂકીને ભાગ્યા મુસાફરો; ભારતથી જતી કેટલીક ફ્લાઇટો રદ
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ,...
Oct 08, 2026
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્યું- મેં 8 યુદ્ધમાં સમાધાન કરાવ્યું, હું ખોટું નથી બોલતો
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની મા...
Oct 08, 2026
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાનો મસ્કનો દાવો! ભારતે કહ્યું- અમારા નિયમો એકદમ નિષ્પક્ષ
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી ર...
Oct 08, 2026
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
Trending NEWS
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026