સરોગેસી હવે 'યુનિવર્સલ ક્રાઈમ', મેલોની સરકારે લીધો મોટો નિર્ણય, ઇટાલીમાં પ્રતિબંધ મૂકતો કાયદો પસાર
November 30, 2024
ઇટાલીની સરકારે સરોગસી પર પ્રતિબંધ મૂક્યો છે. આ અંગે ઇટાલીમાં નવો કાયદો પસાર કરવામાં આવ્યો છે. આ કાયદા અનુસાર, ઇટાલિયન નાગરિકો માટે વિદેશમાં પણ સરોગસીનો ઉપયોગ કરવો તે અપરાધ માનવામાં આવશે. આ નવો કાયદો સરોગસીને 'યુનિવર્સલ ક્રાઈમ' બનાવે છે, તેને માનવતા વિરુદ્ધ અપરાધની શ્રેણીમાં મુકવામાં આવ્યો છે. આમ તો વર્ષ 2004થી જ આ કાયદો ઇટાલીમાં અસ્તિત્વમાં છે, પરંતુ આ નવો કાયદો સરોગસી પરના નિયંત્રણોને વધુ કડક બનાવે છે. ઇટાલિયન વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ કાયદાને 'સામાન્ય જ્ઞાન' તરીકે વર્ણવ્યું હતું અને કહ્યું હતું કે તે મહિલાઓ અને બાળકોને 'વ્યાવસાયિકરણ' થી સુરક્ષિત કરશે. જો કે, ઘણા લોકો આ કાયદાને મહિલાઓ અને બાળકોના અધિકારોની વિરુદ્ધ માને છે. સરોગસીને પ્રતિબંધિત કરવાના નિયમો દરેક દેશમાં અલગ અલગ છે. જેમાં અમુક દેશો એવા છે જ્યાં સરોગસી પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જેમાં ઇટાલી, ફ્રાંસ, જર્મની, સ્વિત્ઝર્લેન્ડ અને સ્પેનનો સમાવેશ થાય છે. જયારે યુકે, ઑસ્ટ્રેલિયા, કેનેડા, ભારત અને યુએસ જેવા દેશોમાં આંશિક પ્રતિબંધ છે, જેમાં સરોગસીની પરવાનગી છે, પરંતુ અમુક શરતો અને નિયંત્રણો લાગુ પડે છે. જો ભારતમાં સરોગસીની વાત કરવામાં આવે તો, સરોગસી (રેગ્યુલેશન) એક્ટ, 2021 હેઠળ સરોગસી કંટ્રોલ કરવામાં આવે છે. ભારતમાં કોમર્શિયલ સરોગસી પર પ્રતિબંધ છે, જ્યારે આ કામ મદદ માટે જ થઈ શકે છે. તેમજ વિદેશી કપલ ભારતમાં આવીને સરોગેટ કરી શકતા નથી. સરોગેટ માતા માટે ઘણી શરતો છે, જેમ કે માત્ર નજીકના સંબંધી જ સરોગેટ હોઈ શકે છે, જેમને પહેલેથી જ એક બાળક છે અને જેની ઉંમર 25 થી 35 ની વચ્ચે છે. આ સિવાય ક્લિનિકને એ જણાવવું પણ જરૂરી છે કે તેઓ સરોગસીમાં મદદ કરે છે.
Related Articles
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહાર: હોર્મુઝમાં જહાજો પાસેથી હવે યુઆનમાં લેશે ટોલ, એજન્સી બનાવી
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહ...
May 09, 2026
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પૃથ્વીથી લઈને ચંદ્ર સુધી રહસ્યમયી વસ્તુના પુરાવા
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પ...
May 09, 2026
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિકા આખરે સહમત
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિ...
May 09, 2026
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા તે પહેલાં જ હોર્મુઝમાં ચીની ટેન્કર પર હુમલો
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા...
May 09, 2026
ક્રુઝ શિપમાં હંટા વાયરસથી ત્રણનાં મોત, 24થી વધુ શિપ છોડી ભાગ્યા
ક્રુઝ શિપમાં હંટા વાયરસથી ત્રણનાં મોત, 2...
May 09, 2026
ચીનમાં જિનપિંગ સાથે કામ કરતાં બે પૂર્વ સંરક્ષણ મંત્રીને ફાંસીની સજા, લાંચ લેવાનો હતો આરોપ
ચીનમાં જિનપિંગ સાથે કામ કરતાં બે પૂર્વ સ...
May 09, 2026
Trending NEWS
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે...
09 May, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના...
09 May, 2026
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
09 May, 2026
કોહલી, પ્રિયંકા, રોનાલ્ડો સહિતની હસ્તીઓએ ગુમાવ્યા...
09 May, 2026