સીરિયા ફરી અખાડો બન્યું! અમેરિકા-તૂર્કી બળવાખોરોની પડખે, રશિયા પ્રમુખ અસદની તરફેણમાં
December 03, 2024
ઇઝરાયલ અને હામાસ વચ્ચેના યુદ્ધથી શરૂ થયેલી અશાંતિએ સમગ્ર મધ્ય પૂર્વને ઘેરી લીધું છે. ઇઝરાયલ હામાસ અને હિઝબુલ્લાહ બંને સામે લડી રહ્યું છે. પરંતુ આ દરમિયાન યુદ્ધનો એક નવો મોરચો સીરિયા તરફ પણ ખુલતો જણાય છે. સીરિયાના વિદ્રોહી જૂથોએ બશર અલ-અસદ સરકાર સામે મોરચો શરુ કરી દીધો છે. આ વિદ્રોહીઓએ અલેપ્પો સહિત દેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તાર પર કબજો કરી લીધો છે. હવે આ બળવાખોરો હામા નજીક સીરિયન સેનાનો સામનો કરી રહ્યા છે જ્યારે રશિયા તેમના પર હવાઈ હુમલો કરી રહ્યું છે. અલેપ્પો બાદ હામાના ઘણા વિસ્તારો પણ કબજે કરી લેવામાં આવ્યા છે. વિદ્રોહીઓએ સીરિયન આર્મી કેમ્પ પર પણ કબજો કરીને મોટી સંખ્યામાં હથિયારો જપ્ત કરી લીધા છે. જેના કારણે હયાત તહરિર અલ-શામના લડવૈયાઓ વધુ ઘાતક બન્યા છે. હામાના ચાર પ્રાંત કબજે કર્યા બાદ બળવાખોરો વધુ આગળ વધ્યા છે. આ દરમિયાન રશિયાએ અસદ સરકારના સમર્થનમાં હવાઈ હુમલા કર્યા છે. 2011માં, સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ વિરુદ્ધ થયેલા બળવાએ ગૃહ યુદ્ધનું સ્વરૂપ લીધું હતું. આ સમયગાળા દરમિયાન, મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા હતા અને અંદાજ મુજબ, 1.2 કરોડ લોકો વિસ્થાપિત થયા હતા. પરંતુ વિદ્રોહીઓએ હવે સીરિયાની સરકાર સામે નવો મોરચો શરુ કર્યો છે. બળવાખોર જૂથો કહે છે કે તેમનો ઉદ્દેશ્ય નાગરિકોને હવાઈ હુમલાથી બચાવવા અને તેમના પ્રદેશો પર ફરીથી દાવો કરવાનો છે. એવો આરોપ છે કે ઈરાન સમર્થિત અસદના દળોએ યુદ્ધ છેડ્યું છે. બળવાખોરો અસદને સરમુખત્યાર માને છે, જેના પર 2013માં દેશના ઘોઉટા વિસ્તારમાં કેમિકલ વેપન્સનો ઉપયોગ કરવાનો આરોપ છે. બળવાખોરો તેને સત્તા પરથી હટાવવા માંગે છે.
Related Articles
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહાર: હોર્મુઝમાં જહાજો પાસેથી હવે યુઆનમાં લેશે ટોલ, એજન્સી બનાવી
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહ...
May 09, 2026
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પૃથ્વીથી લઈને ચંદ્ર સુધી રહસ્યમયી વસ્તુના પુરાવા
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પ...
May 09, 2026
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિકા આખરે સહમત
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિ...
May 09, 2026
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા તે પહેલાં જ હોર્મુઝમાં ચીની ટેન્કર પર હુમલો
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા...
May 09, 2026
ક્રુઝ શિપમાં હંટા વાયરસથી ત્રણનાં મોત, 24થી વધુ શિપ છોડી ભાગ્યા
ક્રુઝ શિપમાં હંટા વાયરસથી ત્રણનાં મોત, 2...
May 09, 2026
ચીનમાં જિનપિંગ સાથે કામ કરતાં બે પૂર્વ સંરક્ષણ મંત્રીને ફાંસીની સજા, લાંચ લેવાનો હતો આરોપ
ચીનમાં જિનપિંગ સાથે કામ કરતાં બે પૂર્વ સ...
May 09, 2026
Trending NEWS
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે...
09 May, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના...
09 May, 2026
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
09 May, 2026
કોહલી, પ્રિયંકા, રોનાલ્ડો સહિતની હસ્તીઓએ ગુમાવ્યા...
09 May, 2026