ટી 20 વર્લ્ડ કપ: વેસ્ટ ઈન્ડિઝની ટીમ પણ થઈ જાહેર, આંદ્રે રસલ સહિત આ ખેલાડીઓને મળ્યો મોકો
May 04, 2024
વેસ્ટ ઇંડિઝ ક્રિકેટ બોર્ડે ટી-20 વર્લ્ડકપ માટે જાહેર કરેલી ટીમમાં હેટમાયર અને શેમાર જોસેફનો સમાવેશ કર્યો છે. રોવમેન પોવેલની કેપ્ટન્સી હેઠળની જાહેર થયેલી ટીમમાં નિકોલસ પૂરણ, આન્દ્રે રસેલ અને જેસોન હોલ્ડર જેવા અનુભવી ખેલાડીઓ છે. વેસ્ટ ઈંડિઝની ટીમ ટેસ્ટ અને વન ડે ફોરમેટમાં નબળી મનાય છે, પણ ટી-20માં તેઓની ફાવટ એવી છે કે વેસ્ટ ઈંડિઝ વર્લ્ડ ચેમ્પિયન બનવાની દાવેદાર ટીમ તરીકે જોવાય છે. વેસ્ટ ઈંડિઝ બે વખત તો ટી-20 વર્લ્ડ ચેમ્પિયન બની ચૂક્યું છે. વેસ્ટ ઈંડિઝના ખેલાડીઓની માંગ અન્ય દેશોની લીગમાં પણ છે અને આઈપીએલના પણ મેચ વીનર ખેલાડીઓ મનાય છે. આ વખતે કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી ધરખમ ફોર્મ ધરાવનાર સુનિલ નારાયણને પણ સ્થાન આપવાની વેસ્ટ ઇંડિઝ બોર્ડને ઈચ્છા હતી પણ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચુક્યો હોવાથી તેણે ફરી આ નિર્ણય બદલવાનો ઈન્કાર કર્યો હતો. વેસ્ટ ઈંડિઝના કોચ ડેરેન સેમીએ પણ નારાયણને આ અંગે પૂછ્યું હતું પણ નારાયણે ઈન્કાર કર્યો હતો. વેસ્ટ ઈંડિઝ બોર્ડે પસંદગી પામેલા ખેલાડીઓને વહેલી તકે આઈપીએલમાંથી મુક્ત કરવા પણ ભારતીય ક્રિકેટ બોર્ડને વિનંતી કરી છે. ટી-20 વર્લ્ડકપમાં વેસ્ટ ઈંડિઝ ગ્રુપ સીમાં પાપુઆ ન્યુ ગ્યુનિ, યુગાંડા, ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાનને જોડે છે. પોવેલ (C), અલઝારી જોસેફ, જોહન્સન ચાલર્સ, ચેઝ, હેટમાયર, શેમાર જોસેફ, કિંગ, પૂરણ, હોપ, રસેલ, શેફર્ડ, હોલ્ડર, હોસેઈન, મોટી, રૂથરફોર્ડ.
Related Articles
IPLમાં સૌથી વધુ હારનો સામનો કરનાર કેપ્ટનની યાદી: ધોની છે ટોપ પર
IPLમાં સૌથી વધુ હારનો સામનો કરનાર કેપ્ટન...
IPLમાં 6 ટીમોનું ભાગ્ય આજે થશે નક્કી, 4 ટીમનું પ્લેઓફનું સપનું તૂટી શકે, 2 ટોપ-4થી બહાર ફેંકાઈ શકે
IPLમાં 6 ટીમોનું ભાગ્ય આજે થશે નક્કી, 4...
May 08, 2024
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પહેરી ટીમ ઈન્ડિયાની નવી T20 વર્લ્ડ કપ 2024ની જર્સી,
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પહેરી ટીમ ઈ...
May 08, 2024
ટી 20 વર્લ્ડકપમાં આતંકી હુમલાની ધમકી: IS ખોરાસાને વેસ્ટઈન્ડિઝને મોકલ્યો વીડિયો, એજન્સીઓ એલર્ટ
ટી 20 વર્લ્ડકપમાં આતંકી હુમલાની ધમકી: IS...
May 07, 2024
રેસલર બજરંગ પૂનિયા સસ્પેન્ડ: આ એક ભૂલ પડી ભારે, NADAએ કાર્યવાહી કરતા આપ્યો જવાબ
રેસલર બજરંગ પૂનિયા સસ્પેન્ડ: આ એક ભૂલ પડ...
May 06, 2024
ચેન્નાઈ સુપર કિંગ્સે પંજાબને 28 રનથી હરાવ્યું, રવિન્દ્ર જાડેજા બન્યો જીતનો હીરો
ચેન્નાઈ સુપર કિંગ્સે પંજાબને 28 રનથી હરા...
May 06, 2024
Trending NEWS
દોઢ કરોડની કારથી બે લોકોના ભોગ લેનાર સગીર નબીરાને...
20 May, 2024
ચોમાસુ નિકોબાર પહોંચ્યું, 31 મેએ કેરળ પહોંચશે
19 May, 2024
May 20, 2024