ટી 20 વર્લ્ડકપમાં આતંકી હુમલાની ધમકી: IS ખોરાસાને વેસ્ટઈન્ડિઝને મોકલ્યો વીડિયો, એજન્સીઓ એલર્ટ
May 07, 2024
આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2024 પહેલી જૂનથી 29મી જૂન સુધી વેસ્ટઈન્ડિઝ અને અમેરિકામાં રમાશે. આ વર્લ્ડ કપની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે, પરંતુ આ દરમિયાન જે સમાચાર સામે આવ્યા છે તે ખૂબ જ ચિંતાજનક છે. અહેવાલો અનુસાર,આતંકી સંગઠન IS (પ્રો-ઈસ્લામિક સ્ટેટ) ખોરાસાને T20 વર્લ્ડ કપ દરમિયાન આતંકી હુમલાની ધમકી આપી છે. ત્રિનિદાદ અને ટોબેગોના વડાપ્રધાન કીથ રાઉલીએ કહ્યું કે, 'આતંકવાદી સંગઠને વેસ્ટઈન્ડિઝ સહિત ઘણાં દેશોને વીડિયો સંદેશ મોકલ્યા છે.' અહેવાલો અનુસાર, 'પ્રો-ઇસ્લામિક સ્ટેટ (IS)એ રમતગમતના કાર્યક્રમો દરમિયાન હિંસાની ધમકી આપી છે. આઈએસ ખોરાસાનની અફઘાનિસ્તાન-પાકિસ્તાન બ્રાન્ચે એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે. ક્રિકેટ વેસ્ટઈન્ડિઝ (CWI)ના સીઈઓ જોની ગ્રેવ્સે કહ્યું, 'અમે અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અમે ખાતરી કરીશું કે યજમાન દેશો અને શહેરો સમગ્ર વિશ્વ કપ દરમિયાન સતત દેખરેખ હેઠળ છે અને અમે કોઈપણ સંભવિત જોખમોનો સામનો કરવા તૈયાર છીએ. આ એજન્સીઓ એલર્ટ કરી દેવામાં આવી છે' આ આતંકી હુમલાની ધમકી પર બીસીસીઆઈના વાઈસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે, 'જે દેશોમાં વર્લ્ડ કપ રમાય છે ત્યાંની સુરક્ષા એજન્સીઓ સુરક્ષાની જવાબદારી સંભાળે છે. અમેરિકા અને વેસ્ટઈન્ડિઝની સુરક્ષા એજન્સીઓ સાથે વાતચીત કરવામાં આવશે. અમે આસીસી પાસેથી પણ જાણીશું. ખેલાડીઓ અને દર્શકોની સુરક્ષા માટે જે પણ પગલાં ભરવાની જરૂર પડશે તે અમે લઈશું.'
Related Articles
IPLમાં સૌથી વધુ હારનો સામનો કરનાર કેપ્ટનની યાદી: ધોની છે ટોપ પર
IPLમાં સૌથી વધુ હારનો સામનો કરનાર કેપ્ટન...
IPLમાં 6 ટીમોનું ભાગ્ય આજે થશે નક્કી, 4 ટીમનું પ્લેઓફનું સપનું તૂટી શકે, 2 ટોપ-4થી બહાર ફેંકાઈ શકે
IPLમાં 6 ટીમોનું ભાગ્ય આજે થશે નક્કી, 4...
May 08, 2024
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પહેરી ટીમ ઈન્ડિયાની નવી T20 વર્લ્ડ કપ 2024ની જર્સી,
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પહેરી ટીમ ઈ...
May 08, 2024
રેસલર બજરંગ પૂનિયા સસ્પેન્ડ: આ એક ભૂલ પડી ભારે, NADAએ કાર્યવાહી કરતા આપ્યો જવાબ
રેસલર બજરંગ પૂનિયા સસ્પેન્ડ: આ એક ભૂલ પડ...
May 06, 2024
ચેન્નાઈ સુપર કિંગ્સે પંજાબને 28 રનથી હરાવ્યું, રવિન્દ્ર જાડેજા બન્યો જીતનો હીરો
ચેન્નાઈ સુપર કિંગ્સે પંજાબને 28 રનથી હરા...
May 06, 2024
ટી 20 વર્લ્ડ કપ: વેસ્ટ ઈન્ડિઝની ટીમ પણ થઈ જાહેર, આંદ્રે રસલ સહિત આ ખેલાડીઓને મળ્યો મોકો
ટી 20 વર્લ્ડ કપ: વેસ્ટ ઈન્ડિઝની ટીમ પણ થ...
May 04, 2024
Trending NEWS
દોઢ કરોડની કારથી બે લોકોના ભોગ લેનાર સગીર નબીરાને...
20 May, 2024
ચોમાસુ નિકોબાર પહોંચ્યું, 31 મેએ કેરળ પહોંચશે
19 May, 2024
May 20, 2024