શિમલામાં ભૂસ્ખલન થતાં 5 માળની ઈમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી
June 30, 2025
હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં ગઈકાલે મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે ભૂસ્ખલનની દુર્ઘટનામાં વધારો થયો છે. આજે સવારે જ ભૂસ્ખલનના કારણે શિમલાના ભટ્ટાકુફર માઠુ કોલોનીમાં એક 5 માળની ઈમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફોરલેન નિર્માણના કારણે ઈમારતની નીચે મોટી-મોટી તિરાડો પડી હતી. જેથી આ ઈમારતને ગઈકાલે જ ખાલી કરાવી દેવામાં આવી હતી. આજે સવારે ઈમારત કડડભૂસ થઈ હતી. તેના લીધે અન્ય ઈમારતો પર પણ જોખમ ઉભુ થયું છે. લોકો ભય હેઠળ જીવવા મજબૂર બન્યા છે. લોકોને ઘર ખાલી કરાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અત્યાર સુધી પ્રશાસન તરફથી કોઈ પણ અધિકારી આ ઘટનાસ્થળે પહોંચ્યા નથી. સ્થાનિક લોકોએ આરોપ મૂક્યો છે કે, અહીં સરકાર ફોરલેનનું નિર્માણ કરી રહી છે. જો કે, કોઈ સુરક્ષા કે સાવચેતીના માપદંડો હાથ ધર્યા નથી. આ ફોરલેનના નિર્માણના કારણે જ ઈમારતના પાયા ડગમગી રહ્યા છે. તેના લીધે આજે આ પાંચ માળની ઈમારત ધરાશાયી થઈ. અન્ય ઈમારતોમાં પણ તિરાડો પડી છે. જમીનની સ્થિરતા, સુરક્ષાના માપદંડોને ધ્યાનમાં લીધા વિના જ આ ફોરલેનના બાંધકામે લોકોના જીવને જોખમમાં મૂક્યું છે. શિમલામાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. શિમલાના જાલોગ નજીક ભારે વરસાદ વચ્ચે એક વાહનને અકસ્માત નડ્યો હતો. જેમાં સવાર ત્રણના મોત થયા હતાં. ગઈકાલે મોડી રાતથી જિલ્લામાં આભ ફાટ્યું હોવાનું શિમલા આપત્તિ નિવારણ અધિકારીઓએ જણાવ્યું હતું. વીજ પુરવઠો પણ ખોટવાયો હતો. ભારે વરસાદના કારણે ચિમિયાન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નજીક માથુ કોલોનીમાં પણ એક ઈમારત ધરાશાયી થઈ હતી. જો કે, ઈમારત ખાલી હોવાથી જાનહાનિ ટળી હતી.
Related Articles
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગા...
May 09, 2026
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 1 હજાર કરોડના નુકસાનનો દાવો
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દ...
May 09, 2026
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા પર ટિપ્પણી મામલે સુપ્રીમ કોર્ટે સરકારને તતડાવી
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્...
May 09, 2026
તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ પર સસ્પેન્સ, આ પક્ષે માંગી ડેપ્યુટી CMની ખુરશી
તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ...
May 09, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે સરકાર: રાહુલ ગાંધીના આકરા પ્રહાર
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્ય...
May 09, 2026
Trending NEWS
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા...
09 May, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે...
09 May, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના...
09 May, 2026
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
09 May, 2026