રશિયન મૉડ્યૂલમાં લીકેજના કારણે સ્પેસ સ્ટેશનનું સંતુલન બગડ્યું, વિસ્ફોટનો ભય
November 23, 2024
ન્યુ યોર્ક : અમેરિકાની સ્પેસ એજન્સી નાસા અને રશિયાની એજન્સી રૉસકૉસમૉસના પ્રોજેક્ટ હેઠળના ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં લીકેજની સમસ્યામાં વધારો થયો છે, જેના કારણે સુનીતા વિલિયમ્સ સહિત અન્ય અવકાશયાત્રીઓ પર સંકટ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સ્પેસ સ્ટેશનના રશિયન મૉડ્યૂલ PrKમાં લીકેજ થઈ રહ્યું છે. સૌથી મોટી વાત એ છે કે, આ મૉડ્યૂલ સાથે જ Zvezda સર્વિસ મૉડ્યૂલ આવેલું છે અને તે સ્પેસ સ્ટેશનને જોડે છે.
આ લીકની સમસ્યા 2019માં સામે આવી હતી અને તે અંગે અમેરિકા-રશિયા બંને જાણે છે. તેનો નિવેડો લાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા, જોકે તેમ છતાં હજુ સુધી આ સમસ્યા ઉકેલાઈ શકી નથી. તેના કારણે સ્પેસ સ્ટેશન પર અનેક વખત ખતરો આવ્યો હતો. જે સ્થળે લીકેજ થયું છે, તેને સીલ પણ કરવામાં આવ્યું હતું, જોકે તેમ છતાં કોઈ ફાયદો થયો નથી. શરૂઆતમાં લીકેજમાંથી ઓછી હવા નીકળી હતી, હવે હવા નીકવામાં વધારો થયો છે, જેના કારણે મોટું સંકટ સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ગંભીર સમસ્યા ઉકેલવા માટે અમેરિકા અને રશિયા પણ વિવાદ કરી રહ્યા છે.
લીકેજના સંકટને લઈને અમેરિકા અને રશિયા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જો આ સમસ્યાનો વહેલીતકે નિવેડો નહીં લાવવામાં આવે તો સ્પેસ સ્ટેશનમાં હાજર અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને અન્ય લોકો પર મુસીબત આવી શકે છે. નાસાએ તાજેતરમાં જ લીક અંગે રિપોર્ટ આપ્યો હતો, જેમાં જણાવાયું હતું કે, ‘લીકેજના કારણે સ્પેસ સ્ટેશન વર્ષ 2030 સુધીમાં કામ કરવાનું બંધ કરી દેશે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એડવાઈઝરી કમિટીના પ્રમુખ બૉબ કબાનાએ કહ્યું કે, આ લીકના કારણે સ્પેસ સ્ટેશન પર મોટું સંકટ આવી શકે છે. નાસાએ કહ્યું કે, લીકેજમાંથી દૈનિક 0.9થી 1.1 કિલોગ્રામ હવા નીકળી રહી છે, જેના કારણે સ્પેસ સ્ટેશનનું સંતુલન બગડી રહ્યું છે. આ વર્ષે એપ્રિલથી લીકેજમાંથી દૈનિક 1.7 કિલોગ્રામ હવા નીકળવાની શરૂ થઈ છે. જો તેને રિપેર કરવામાં નહીં આવે તો હવાની ગતી વધી શકે છે.
Related Articles
અમેરિકાના અનેક ફાઈટર જેટ્સ તોડી પાડ્યા! ઈરાનના દાવાથી સમગ્ર વિશ્વ ચોંક્યું
અમેરિકાના અનેક ફાઈટર જેટ્સ તોડી પાડ્યા!...
Jul 17, 2026
યુગાન્ડામાં શૈક્ષણિક પ્રવાસે નીકળેલી સ્કૂલનો બસનો દર્દનાક અકસ્માત, 20 બાળકો સહિત 21ના મોત
યુગાન્ડામાં શૈક્ષણિક પ્રવાસે નીકળેલી સ્ક...
Jul 17, 2026
અમેરિકાએ ઈરાનમાં બાળકોની હોસ્પિટલ કર્યો બોંબમારો, વળતા જવાબમાં કુવૈત પર ભીષણ ડ્રોન હુમલો
અમેરિકાએ ઈરાનમાં બાળકોની હોસ્પિટલ કર્યો...
Jul 16, 2026
બંગાળની ખાડીમાં બે બોટ ડૂબી જતાં 500થી વધુ રોહિંગ્યા શરણાર્થીઓના મોતની આશંકા
બંગાળની ખાડીમાં બે બોટ ડૂબી જતાં 500થી વ...
Jul 16, 2026
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક્રમિત અને 754 મોત, હજુ સુધી નથી મળી કોઈ વેક્સિન!
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક...
Jul 15, 2026
'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલચોળ!
'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન...
Jul 15, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026