Breaking News :
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ ગ્રામ દોઢ લાખને પાર બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં

ઓસ્ટ્રેલિયામાં સી પ્લેન દરિયામાં જ તૂટી પડ્યું, પાઈલટ સહિત 3ના મોત, 3 ઈજાગ્રસ્ત

January 08, 2025

ઓસ્ટ્રેલિયાથી એક મોટા સમાચાર સામે આવ્યા. પ્રવાસી ટાપુ નજીક એક સી પ્લેન ક્રેશ થયું છે. જેમાં ત્રણ લોકોના મોતની પુષ્ટી થઇ છે. મૃતકોમાં પાઈલટ અને સ્વિત્ઝર્લેન્ડ અને ડેનમાર્કના બે પ્રવાસીઓ સામેલ છે. આ દુર્ઘટનામાં અન્ય ત્રણ ઘાયલ પણ થયા હતા. અધિકારીઓએ બુધવારે આ ઘટનાની જાણકારી આપી હતી.

પર્થથી લગભગ 30 કિમી (18.6 માઇલ) પશ્ચિમમાં લોકપ્રિય પર્યટન સ્થળ રોટનેસ્ટ આઇલેન્ડ નજીક મંગળવારે બપોરે જ્યારે તે ક્રેશ થયું ત્યારે આ વિમાનમાં કુલ છ પ્રવાસીઓ સવાર હતા. વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા રાજ્યના પ્રીમિયર રોજર કૂકે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, પીડિતોના પરિવાર અને મિત્રો સાથે મારી સહાનુભૂતિ છે.

કૂકે જણાવ્યું હતું કે આ દુર્ઘટના વેકેશન માણવા આવેલી ભીડની સામે બની હતી, જેમાં ટાપુ પર બાળકો સાથે વેકેશન માણી રહેલા પરિવારો પણ સામેલ હતા. રાજ્યના પોલીસ કમિશનર કર્નલ બ્લેન્ચે જણાવ્યું હતું કે અધિકારીઓએ અકસ્માતના કારણની તપાસ શરૂ કરી છે. સ્વાન રિવર સીપ્લેનની માલિકીનું આ વિમાન પશ્ચિમ ઓસ્ટ્રેલિયાની રાજધાની પર્થમાં તેના બેઝ પર પરત ફરી રહ્યું હતું.