Breaking News :
ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર! પૂણેમાં સાસવડ-જેજુરી માર્ગ પર ગોઝારો અકસ્માત: પંઢરપુર જઈ રહેલા વારકરીઓને ટ્રકે અડફેટે લેતાં 3 મહિલાઓનાં મોત અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો, ઈરાને યુએસ એરબેઝ પર હુમલો કરી હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો હિમાચલ પ્રદેશના કાંગડામાં અમરનાથ યાત્રીઓની બસ પલટી જતાં 17 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત, ચાલક ફરાર

મોટા વિનાશનું કારણ બન્યું હોત ભારત-પાક યુદ્ધ: સીઝફાયર બાદ ટ્રમ્પનું બીજું નિવેદન

May 11, 2025

અમેરિકા : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સીઝફાયરને લઈને બંને દેશોની 'સાહસિક અને નિર્ણાયક' ભૂમિકાના વખાણ કર્યા છે. સોશિયલ મડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટમાં ટ્રમ્પે આ પગલાંને ઐતિહાસિક ગણાવ્યો છે.  ટ્રમ્પે કહ્યું કે, 'આ યુદ્ધ મોટા વિનાશનું કારણ બની શકતું હતું અને લાખો નિર્દોષ લોકોના મોત થઈ શકતાં હતાં. મને ભારત અને પાકિસ્તાનના મજબૂત નેતૃત્વ પર ગર્વ છે. તેમણે સમયસર સમજી લીધું કે, સંઘર્ષ રોકવો જરૂરી હતો, જેનાથી લાખો નિર્દોષ લોકોનો જીવ બચાવી શકાય. આ નિર્ણય ન ફક્ત બહાદુરીભર્યો હતો પરંતુ, બંને દેશોના વારસાને વધુ ગૌરવશાળી બનાવનારો છે.'

ટ્રમ્પે પોતાની પોસ્ટમાં કહ્યું કે, 'જો ભારત અને પાકિસ્તાન ઇચ્છે તો અમે સાથે મળીને કાશ્મીર મુદ્દે લાંબાગાળાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરીશું. કદાચ 1000 વર્ષ બાદ હવે સમય આવી ગયો છે કે, આપણે આ ઐતિહાસિક વિવાદનું સમાધાન શોધીએ.' જોકે, ટ્રમ્પ એ ભૂલી ગયા છે કે, કાશ્મીરને લઈને ભારતની સ્પષ્ટ નીતિ છે કે, આ ભારતનો આંતરિક મામલો છે.
આ સિવાય ડોનાલ્ડ ટ્રમ્પે એવી પણ જાહેરાત કરી કે, અમેરિકા હવે ભારત અને પાકિસ્તાન બંને સાથે વ્યાપારિક સંબંધોને મહત્ત્વપૂર્ણ રૂપે આગળ વધારશે. જો કે, આ વિશે કોઈ ઔપચારિક ચર્ચા નથી થઈ પરંતુ, એ સ્પષ્ટ કરૂ છું કે, અમેરિકા બંને દેશો સાથે વ્યાપાર વધારવા જઈ રહ્યું છે.