Breaking News :
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક્રમિત અને 754 મોત, હજુ સુધી નથી મળી કોઈ વેક્સિન! સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા 'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલચોળ! ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત

અમેરિકાના ઈતિહાસનું સૌથી મોટું સામૂહિક હકાલપટ્ટી અભિયાન, ટ્રમ્પે હજારો ગેરકાયદે વસાહતીઓને તગેડી મૂક્યા

January 25, 2025

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી રેલીઓમાં સત્તા પર આવતા જ ગેરકાયદે વસાહતીઓને સામૂહિક રીતે દેશમાંથી તગેડી મુકવાનું અમેરિકન નાગરિકોને વચન આપ્યું હતું. આ વચનનો અમલ શરૂ થઈ ગયો છે. ટ્રમ્પે સત્તા સંભાળ્યાના ચાર જ દિવસમાં અમેરિકન અધિકારીઓએ ગેરકાયદે વસાહતીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરતા તેમની ધરપકડ કરી હતી અને તેમને લશ્કરી વિમાનમાં અમેરિકામાંથી તગેડી મૂક્યા હતા. વ્હાઈટ હાઉસનાં પ્રેસ સચિવ કેરોલિન લેવિટે કહ્યું કે, ઈતિહાસનું સૌથી મોટું ડિપોર્ટેશન અભિયાન શરૂ થઈ ગયું છે. ટ્રમ્પ સરકારે ચૂંટણીમાં આપેલા વચનનો અમલ શરૂ કરી દીધો છે. ગેરકાયદે વસાહતીઓની સામુહિક હકાલપટ્ટી અંગે માહિતી વ્હાઈટ હાઉસે જ આપી હતી. વ્હાઈટ હાઉસે કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પનો સામૂહિક હકાલપટ્ટી કાર્યક્રમ તેમના પદ સંભાળ્યાના બે દિવસ પછી જ શરૂ થઈ ગયો છે. વ્હાઈટ હાઉસનાં પ્રેસ સચિવ કેરોલિન લેવિટ્ટે ગુરુવારે કહ્યું કે, અમેરિકન અધિકારીઓએ ૫૩૮ ગેરકાયદે પ્રવાસીઓની ધરપકડ કરી છે અને તેમાંથી અનેકને અમેરિકન સૈન્ય વિમાનમાં જ તેમના વતન તગેડી દેવામાં આવ્યા છે. કેરોલિના લેવિટ્ટેકહ્યું હતું કે, આજે ટ્રમ્પ તંત્રે 538 ગેરકાયદે વસાહતી ગૂનેગારોની ધરપકડ કરી, જેમાં એક શકમંદ આતંકી, ટ્રેન ડી અરાગુઆ ગેંગના ચાર સભ્ય અને સગીરો વિરુદ્ધ જધન્ય જાતીય ગૂનાઓના દોષિત સહિત અનેક ગેરકાયદે ગૂનેગારો સંડોવાયેલા છે. કેટલાક ગેરકાયદે વસાહતિઓ સગીરો સામે સેક્સ ગૂનામાં સંડોવાયેલા છે. ઈતિહાસનું સૌથી મોટું હકાલપટ્ટી અભિયાન શરૂ થઈ ગયું છે. અમે વચન આપ્યું હતું તે વચન પૂરું કરાશે.  લેવિટ્ટે ડિપોર્ટેશન ફ્લાઈટ શરૂ થઈ ગઈ હોવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સમગ્ર દુનિયાને મજબૂત અને એકદમ સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે તમે અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશ કરશો તો ગંભીર પરિણામો ભોગવવા પડશે.