Breaking News :
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે

સ્વચ્છતામાં જ પ્રભુનો વાસ: અમદાવાદમાં યોજાયેલી રથયાત્રામાં અપાયો સ્વચ્છતાનો સંદેશ

June 27, 2025

અમદાવાદ : રથયાત્રા નીકળતા પહેલા રસ્તા પર રાજા સંજવારી મારી યાત્રા માર્ગને સાફ કરે છે અને રથયાત્રા નીકળ્યા બાદ ભક્તો સંજવારી મારે ને રસ્તાને સાફ કરે છે. આવી અનોખી પરંપરા ક્યાંય જોઈ છે? ભક્ત કવિ નરસિંહ મહેતાની ઠાકોરજીને પધારવા વિનંતી કરતી રચના આપણે સૌએ સાંભળી અને ગાઈ હશે. પરંતુ ત્યારબાદ એ પાથરેલા ફૂલો ઠાકોરજીની ચરણ રજની પ્રસાદી છે અને એ રોડ પર એમજ ન પડી રહેવા દેવાય. આવો વિચાર SGVP ગુરુકુળના અધ્યક્ષ પૂજ્ય શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીને આવ્યો અને તેમણે પૂજ્ય પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી સાથે તેનો અમલ કરાવ્યો. આપણી રથયાત્રાનો સૌથી મોટો સામાજિક સંદેશ એટલે સ્વચ્છતાનો સંદેશ. કારણ કે, પહિંદ વિધિમાં રાજા ખુદ સાવરણીથી રસ્તો વાળે આ આપણી સદીઓ જૂની પરંપરા છે! આ સ્વચ્છતાનો માત્ર ઉપદેશ આપવાને બદલે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ ગુરુકુળના હજારો યુવાનોના ‘સ્વચ્છતામાં જ પ્રભુનો વાસ છે’ એ સૂત્રને જીવન મંત્ર બનાવ્યો અને ભક્તોએ પોતાની કૃતિભક્તિથી એને ચરિતાર્થ કરી બતાવ્યો.