Breaking News :
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે

અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ એર ઈન્ડિયાની ઓફિસમાં થઈ પાર્ટી, કંપનીએ 4 સીનિયર ઓફિસરને નોકરીમાંથી હાંકી કાઢ્યા

June 27, 2025

અમદાવાદ : ગત 12 જૂનના રોજ એર ઈન્ડિયાનું બોઇંગ 787-8 પ્લેન અમદાવાદમાં ક્રેશ થયું હતું, જેમાં 259 લોકોના મોત થયા. જેના થોડા દિવસો બાદ એર ઈન્ડિયાથી જોડાયેલા કંપની AISATS (એર ઇન્ડિયા SATS એરપોર્ટ સર્વિસ)નો સ્ટાફ ઓફિસમાં પાર્ટી કરતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ હોબાળો મચી ગયો, જ્યારબાદ એરપોર્ટ ગેટવે સર્વિસ પ્રોવાઇડર AISATSનો સ્ટાફ ઓફિસમાં પાર્ટી કરતો જોવા મળ્યો. જ્યારબાદ AISATSએ 4 સીનિયર ઓફિસરને નોકરીથી છૂટા કરી દેવાયા છે.
આ પાર્ટી AISATSના ગુરૂગ્રામ ઓફિસમાં થઈ હતી. AISATSના પ્રવક્તાએ કહ્યું કે, કંપની વિમાન સંખ્યા AI 171 ક્રેશથી પીડિત પરિવારો સાથે એકજુટતાથી ઊભી છે. સાથે જ તેમણે પાર્ટી વાળા વીડિયો પર દિલગીરી વ્યક્ત કરી. આ પાર્ટીને લઈને સોશિયલ મીડિયા પર ભારે ટીકા પણ થઈ રહી છે.


પ્રવક્તાએ કહ્યું કે, આ પ્રકારનું વર્તન અમારા મૂલ્યોને અનુરૂપ નથી અને તેના માટે જવાબદાર લોકો વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરાઈ છે. અમે સહાનુભૂતિ, વ્યાવસાયિકતા અને જવાબદારો પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરીએ છીએ. તે ચારેય સીનિયર અધિકારીઓને જવા કહ્યું છે અને કેટલાક અન્યને ચેતવણી આપી છે.