Breaking News :
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે

ગુજરાતમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, આવતીકાલે 28 જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ

June 27, 2025

રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘમહેર છે, ત્યારે હવામાન વિભાગે આગામી 2 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આજે (26 જૂન) રાજ્યના 29 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે આવતીકાલે 28 જિલ્લામાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ચાલો જાણીએ આગામી 6 દિવસ કયા-કેવો રહેશે વરસાદી માહોલ. 

હવામાન વિભાગના ત્રણ કલાકના Nowcast મુજબ, આજે ગુરુવારે (26 જૂન) રાત્રે 10 વાગ્યાથી આગામી ત્રણ કલાક એટલે કે 1 વાગ્યા સુધીમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અને કચ્છ જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે શુક્રવારે (27 જૂન) કચ્છ, રાજકોટ, જૂનાગઢ, નવસારી, વલસાડ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહેસાણા, ગાંધીનગરમાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 

28 જૂનના રોજ રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્રમાં વરસાદનું સૌથી વધુ જોર જોવા મળશે. જેમાં કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પાટણ, બનાસકાંઠા જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.