તાજમહેલ-લાલ કિલ્લો પણ મુસ્લિમોએ બનાવ્યો, તેને પણ તોડશો?: ખડગે

December 01, 2024

11 વર્ષથી લોકશાહીને નબળી કરવાની ભાજપની કોશિશ


દિલ્હી : મહારાષ્ટ્ર ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ બંધારણ અને ઈવીએમને લઈને સરકાર પર પ્રહાર કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સંવિધાનને લઈને મહારેલીની શરૂઆત કરી હતું. તેમણે કહ્યું કે, 'આપણે ઘણી વસ્તુઓ મેળવવાની છે. માત્ર એક સંગઠન નથી, દરેક સંગઠન ઈચ્છે છે કે બંધારણ બચાવવું જોઈએ. એટલે આપણે એક થઈને બંધારણને બચાવવાનું પડશે. જેમાં દરેક પાર્ટીના લોકો તેમના મતે કામ કરી રહ્યાં છે, જ્યારે આપણે લોકતંત્રને પણ બચાવવું પડશે.' ખડગેએ કહ્યું કે, 'દેશમાં તાજમહેલથી લઈને લાલ કિલ્લો પણ મુસ્લિમોએ બનાવ્યો છે, શું તેને પણ તોડશો?'
દિલ્હીના રામલીલા મેદાનમાં બોલતી વખતે ખડગેએ કહ્યું કે, 'જ્યાં સુધી લોકતંત્ર નહી બચે તમારી ભાગીદારી નહીં હોય... બ્રિટિશકાળમાં માત્ર અમુક જ મતદારો હતા, જે બધા અમીર અને જમીનદાર હતા. પરંતુ પંડિત જવાહરલાલ નહેરુ વડાપ્રધાન બન્યાં બાદ ડૉ. આંબેડકરજી અને બંનેએ સાથે મળીને પુખ્ત મતાધિકાર આપવાનો ઠરાવ પસાર કર્યો હતો. જણાવો કે શું પુખ્ત મતાધિકાર આપવાનો ઠરાવ મોદીએ અપાવવી છે? બધુ બંધારણની દેન છે.'


તેમણે કહ્યું કે, 'ગત 11 વર્ષમાં ભાજપે સતત બંધારણ, બંધારણીય સંસ્થાઓ અને લોકશાહીને નબળી કરવાની કોશિશ કરી છે. વિપક્ષના અવાજને દબાવવાની કોશિશ કરી છે. મીડિયા પર નિયંત્રણો લાદવામાં આવ્યા. પત્રકારોને જેલમાં નાખ્યાં. ભાજપના નેત ખુલ્લેઆમ બંધારણને બદલવા માટે 400 બેઠકોની માગ કરવા લાગ્યા હતા. આવા માહોલમાં રાહુલ ગાંધીએે કાશ્મીરથી કન્યાકુમારી અને પછી મણિપુરથી મુંબઈ સુધી યાત્રા નીકાળી. આ યાત્રામાં કોંગ્રેસ પાર્ટીએ જનતાના મુદ્દાઓને ધ્યાને લીધા અને દેશનો મુદ્દો બનાવ્યો. જ્યારે આજે તમે બધા અહીં આ ઐતિહાસિક રામલીલા મેદાનમાં એકઠા થયા છો, કારણ કે આ મુદ્દાઓ આજે પણ પૂરા નથી થયાં.'


લોકોના મુદ્દાઓને લઈને ખડગેએ કહ્યું કે, 'મને ખુશી છે કે તમે બધા એવા મુદ્દાઓ પર પણ લડી રહ્યા છો, જે દેશના યુવાનો, મજૂરો, પછાત વર્ગો, લઘુમતીઓ અને ખેડૂતોની સમસ્યાઓ છે. વક્ફ બોર્ડમાં દખલગીરી હોય, ખાનગીકરણ પર પ્રતિબંધ હોય અને કોન્ટ્રાક્ટ સિસ્ટમનો અંત આવે, ખાલી પડેલી જગ્યાઓ ભરવાની હોય, સરકારી ભંડોળથી ચાલતા પ્રોજેક્ટમાં અનામત હોય, ખેડૂતો માટે MSP ગેરંટી હોય, પાણી, જંગલો અને આદિવાસીઓની જમીન બચાવવાની હોય કે પછી યોગ્ય રીતે ચૂંટણીઓ યોજવવાની વાત હોય... આ બધી આપણી પ્રાથમિક જવાબદારીની બાબતો છે. અમે કોઈપણ રાજકીય કે આર્થિક શક્તિને લોકશાહીનો નાશ કરવાની મંજૂરી આપી શકીએ નહીં.