'કામમાં મજા નથી આવતી, મને તો એમ હતું કે હું મંત્રી બનીશ', ભાજપ સાંસદ કંગના રણૌતનું મોટું નિવેદન
July 16, 2025
હિમાચલ પ્રદેશના મંડીના ભાજપ સાંસદ કંગના રણૌત ફરી એકવાર ચર્ચામાં છે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમને સાંસદ તરીકે કામ કરવાની મજા નથી આવી રહી. કંગનાએ પ્રામાણિક રીતે રાજકારણમાં ટકી રહેવાને મોંઘો શોખ ગણાવ્યો હતો. કંગનાએ ઇંટરવ્યૂમાં કહ્યું હતું કે 'BJPએ જ્યારે મને ટિકિટ ઓફર કરી હતી, ત્યારે મને કહેવામાં આવ્યું કે તમને માત્ર 60થી 70 દિવસ જ સંસદમાં હાજર રહેવું પડશે, બાકીના દિવસો તમે તમારું કામ કરી શકો છો. હવે સમજાઈ રહ્યું છે કે સાંસદ બનવું કેટલું મુશ્કેલ કામ છે.' કંગનાએ કહ્યું 'જો તમે પ્રામાણિક છો તો પછી રાજકારણ એક મોંઘો શોખ છે. સેલેરીનો મોટો ભાગ કુક અને ડ્રાઈવરની સેલરી પર ખર્ચાઈ જાય છે. જ્યારે મારે મારા મતવિસ્તારના કોઈપણ ભાગમાં સ્ટાફ સાથે જવું પડે છે અને તેમની સાથે કારમાં પ્રવાસ કરવો પડે છે, ત્યારે લાખો રૂપિયા ખર્ચાય છે.' મંત્રી બનવાના પ્રશ્ન પર કંગનાનું કહ્યું ' જેવો મારો પ્રોફાઇલ છે, જે રીતના વ્યવસાયથી હું આવું છું, હું એક ફિલ્મ નિર્માતા, નિર્દેશક અને લેખિકા છું. મારી પાસે દેશનો ચોથો સર્વોચ્ચ નાગરિક સન્માન, પદ્મશ્રી પણ છે. મે એક ખૂબ જ મુશ્કેલ સીટ પણ જીતી છે. મારા યોગદાનને ધ્યાનમાં રાખીને મને લાગતું હતું કે હું મંત્રી તો બનીશ અને કોઈ વિભાગ મળશે.' કંગનાએ કહ્યું સાંસદ તરીકે મારો એક વર્ષનો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે. મેં મંડીના અત્યાર સુધીના બધા જ ભૂતપૂર્વ MPને પડકારી રહી છું કે, મારી હાજરી અને લોકસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નો બધાથી વધારે છે. મેં લોકસભામાં વીજળી, ડિઝાસ્ટર જેવા મુદ્દા પણ ઉઠાવ્યા છે. કંગનાએ કહ્યું 'મને સાંસદ તરીકે કામમાં મજા નથી આવી રહી. કારણ કે લોકો મારી પાસે પંચાયત સ્તરની સમસ્યા લઇને આવે છે.
Related Articles
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા, સલમાન ખાન હૉસ્પિટલ પહોંચ્યો
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલ...
Feb 18, 2026
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચગાળાના જામીન, 2.5 કરોડ રૂપિયા કરાવ્યા જમા
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચ...
Feb 16, 2026
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ.એ આમંત્રણ રદ કરતાં નસીરુદ્દીનનું દર્દ છલકાયું
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ...
Feb 07, 2026
Trending NEWS
અમદાવાદમાં લોનના નામે લાખોની છેતરપિંડી આચરતી ગેંગન...
27 March, 2026
સોમનાથ મંદિર ટ્રસ્ટનો લોગો 77 વર્ષે બદલાયો: શિખરને...
27 March, 2026
ઇઝરાયલ ફરી ઇરાન પર તૂટી પડયું : શસ્ત્રો બનાવતા કાર...
27 March, 2026
પ્રયાગરાજથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્મ...
27 March, 2026
હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવા...
27 March, 2026
ચીને તાઇવાન સરહદે તહેનાત કર્યા ઘાતક 'હથિયાર', વધુ...
27 March, 2026
ઓસ્ટ્રેલિયામાં 470 સર્વિસ સ્ટેશનો પર ઈંધણ ખતમ, PMએ...
27 March, 2026
નેપાળમાં 'બાલેન યુગ': ભારત સાથે ખાસ કનેક્શન ધરાવતા...
27 March, 2026
ખાડી દેશોને ઈરાનનું 'ડેથ' અલ્ટીમેટમ: અમેરિકન સૈનિક...
27 March, 2026
પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો! ઓઇલ સંકટ વચ્ચે...
26 March, 2026