Breaking News :
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ ગ્રામ દોઢ લાખને પાર બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં

અમેરિકાએ સીરિયામાં હવાઈ હુમલા કર્યા, અલ-કાયદાનો ટોચનો આતંકી સલાહ અલ-જબીર ઠાર

January 31, 2025

અમેરિકન સૈન્યએ ગુરુવારે અલ કાયદા સાથે સંકળાયેલા આતંકી સંગઠનના સિનિયર આતંકી મોહમ્મદ અલ સલાહ અલ જબીરને મોતને ઘાટ ઉતારી નાખ્યો. સીરિયાના ઉત્તર-પશ્ચિમ ભાગમાં એક હવાઈ હુમલામાં તેનું મોત નિપજ્યું.  અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું કે આ હવાઈ હુમલા આતંકીઓના નેટવર્કને તોડવા માટે કરાયા હતા. જબીર હુરાર્સ અલ દીન નામના આતંકી સંગઠનનો આતંકી હતો જે અલ કાયદાના નેટવર્ક સાથે જોડાયેલો હતો. જ્યારે ઈઝરાયલે પેલેસ્ટિનિયન સંગઠન હમાસના સૈન્ય પ્રમુખ મોહમ્મદ દૈફને હવાઈ હુમલામાં ઠાર કર્યો છે. આઈડીએફએ આ ઘટનાની પુષ્ટી કરી હતી.