પાકિસ્તાનમાં સિંધુ નદીમાં પ્રવાસીઓ ભરેલી બસ ખાબકી, 26નાં મોત
November 13, 2024
પાડોશી દેશ પાકિસ્તાને પચાવી પાડેલા પીઓકેમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં પ્રવાસીઓથી ભરેલી એક બસ સિંધુ નદીમાં ખાબકી હતી. આ ઘટનામાં મોટી સંખ્યામાં લોકો મોતને ભેટ્યા છે.
પાકિસ્તાન દેશે પચાવેલા પીઓકેના ગિલગિત-બાલ્ટિસ્તાન ક્ષેત્રમાં કરૂણ અકસ્માત થયો હતો. જેમાં લગ્નમાં જતા જાનૈયાઓ લઈ જતી બસ સિંધુ નદીના અફાટ જળમાં જઈ ધરબાઈ ગઈ હતી. તમામ પ્રવાસીઓ આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને પોલીસ તંત્ર ઘટનાસ્થળે જઈ બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં શરૂ કરી હતી. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડયા હતા.
મળતી માહિતી અનુસાર, જે બસ અકસ્માતનો ભોગ બની તે પાકિસ્તાનના પંજાબના ચકવાલ જિલ્લા તરફ જઈ રહી હતી, જો કે, રસ્તામાં જ આ બસ એક પુલ પરથી સીધી નીચે સિંધુ નદીમાં પડી ગઈ હતી. બસ નદીમાં ખાબકવાથી ઓછામાં ઓછા 26 લોકોનાં મોત થયા હતા અને કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.
Related Articles
અમેરિકાના અનેક ફાઈટર જેટ્સ તોડી પાડ્યા! ઈરાનના દાવાથી સમગ્ર વિશ્વ ચોંક્યું
અમેરિકાના અનેક ફાઈટર જેટ્સ તોડી પાડ્યા!...
Jul 17, 2026
યુગાન્ડામાં શૈક્ષણિક પ્રવાસે નીકળેલી સ્કૂલનો બસનો દર્દનાક અકસ્માત, 20 બાળકો સહિત 21ના મોત
યુગાન્ડામાં શૈક્ષણિક પ્રવાસે નીકળેલી સ્ક...
Jul 17, 2026
અમેરિકાએ ઈરાનમાં બાળકોની હોસ્પિટલ કર્યો બોંબમારો, વળતા જવાબમાં કુવૈત પર ભીષણ ડ્રોન હુમલો
અમેરિકાએ ઈરાનમાં બાળકોની હોસ્પિટલ કર્યો...
Jul 16, 2026
બંગાળની ખાડીમાં બે બોટ ડૂબી જતાં 500થી વધુ રોહિંગ્યા શરણાર્થીઓના મોતની આશંકા
બંગાળની ખાડીમાં બે બોટ ડૂબી જતાં 500થી વ...
Jul 16, 2026
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક્રમિત અને 754 મોત, હજુ સુધી નથી મળી કોઈ વેક્સિન!
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક...
Jul 15, 2026
'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલચોળ!
'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન...
Jul 15, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026