કઝાકિસ્તાનમાં કરુણાંતિકા, લેન્ડિંગ વખતે ક્રેશ થતાં અગનગોળો બન્યું વિમાન, 100નાં મોતની આશંકા
December 25, 2024
કઝાકિસ્તાનના અક્તૌ એરપોર્ટની નજીકમાં જ એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે. આ વિમાનમાં સવાર 67 પેસેન્જર્સ અને 5 ક્રૂ સભ્યો સહિત તમામના મોત થયા હોવાનું પ્રારંભિક ધોરણે જાણવા મળ્યું છે. પ્રાથમિક અહેવાલો અનુસાર લેન્ડિંગ કરતી વખતે જ અચાનક વિમાન ક્રેશ થઇ જતાં અગનગોળામાં ફેરવાઈ ગયું હતું. આ વિમાનમાં 110 લોકો સવાર હોવાનું જાણવા મળ્યું છે. વિમાન દુર્ઘટનાનો દર્દનાક વીડિયો જોતાં લાગી રહ્યું છે કે, તમામના મોત નીપજ્યા હોવાનો અંદાજ વ્યક્ત કરાયો છે. પ્રાથમિક અહેવાલ અનુસાર અઝરબૈજાન એરલાઇન્સનું વિમાન રશિયા જઇ રહ્યું હતું. આ દરમિયાન તેમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. તેના પછી ઈમરજન્સી લેન્ડિંગ કરવા મંજૂરી પણ માગવામાં આવી હતી. જોકે આ દરમિયાન જ વિમાન ક્રેશ થઇ ગયું હતું. સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર મધ્ય એશિયાઈ દેશના ઈમરજન્સી મંત્રાલયના હવાલાથી જણાવાયું કે વિમાન દુર્ઘટનામાં અમુક લોકો જીવતા બચી ગયા હતા. હાલમાં તમામ ઈમરજન્સી રિસ્પોન્સ ટીમના સભ્યો ઘટનાસ્થળે હાજર છે અને આગને કાબૂમાં લેવાના ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
Related Articles
US-ઈરાન વચ્ચે ભીષણ સંઘર્ષ, ટ્રમ્પનો દાવો- અમને કોઈ નુકસાન નથી થયું
US-ઈરાન વચ્ચે ભીષણ સંઘર્ષ, ટ્રમ્પનો દાવો...
May 08, 2026
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહાર: હોર્મુઝમાં જહાજો પાસેથી હવે યુઆનમાં લેશે ટોલ
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહ...
May 08, 2026
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પૃથ્વીથી લઈને ચંદ્ર સુધી રહસ્યમયી વસ્તુના પુરાવા
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પ...
May 08, 2026
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36...
May 06, 2026
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 60થી વધુને ગંભીર ઇજા : બાજુનાં ઘરો ખાલી કરાયા
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 6...
May 06, 2026
ફરી યુદ્ધના ભણકારા! ઈરાન પાસે અમેરિકાનું સૈન્ય વિમાન ગાયબ, ઈમરજન્સીનો છેલ્લો સંદેશ મોકલ્યો
ફરી યુદ્ધના ભણકારા! ઈરાન પાસે અમેરિકાનું...
May 06, 2026
Trending NEWS
કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર...
06 May, 2026
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 60થી વધુને...
06 May, 2026
પંજાબના જલંધરમાં BSF હેડક્વાર્ટરની બહાર સ્કૂટીમાં...
06 May, 2026