ટ્રમ્પ હવે યુનિ.ઓ સામે પડયા : હાર્વર્ડનું 2.3 અબજ ડોલરનું ફંડ અટકાવ્યું
April 16, 2025
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સત્તા સંભાળતા જ ગેરકાયદે વસાહતીઓને દેશમાંથી તગેડી મુકવા, દુનિયાના દેશો પર ટેરિફ લાદવાની ધમકીઓ આપીને અનેક મોરચે ઘર્ષણ શરૂ કરી દીધા છે, તેમાં હવે ટ્રમ્પ સરકારે અમેરિકાની વિશ્વ પ્રસિદ્ધ યુનિવર્સિટીઓ સામે પણ બાંયો ચઢાવી છે. ટ્રમ્પ સરકારે હાર્વર્ડ અને કોલંબિયા જેવી યુનિવર્સિટીઓના ભંડોળ અટકાવી દીધા છે. સરકારનો દાવો છે કે આ યુનિવર્સિટીઓમાં યહુદી વિરોધી અને પેલેસ્ટાઈન તરફી દેખાવોને પ્રોત્સાહન મળી રહ્યું છે, જેથી આ યુનિવર્સિટીઓ જોખમી બની ગઈ છે. ટ્રમ્પ સરકારે હાર્વર્ડ યુનિવર્સિટીનું ૨.૨ અબજ ડોલરનું ભંડોળ અટકાવી દીધું છે. સરકારનું કહેવું છે કે હાર્વર્ડ યુનિવર્સિટીમાં છેલ્લા ૧૮ મહિનાથી પેલેસ્ટાઈન તરફી દેખાવો થઈ રહ્યા છે. યહુદી વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો તરફ ભેદભાવ થઈ રહ્યો છે. આ યુનિવર્સિટી યહુદીઓ પ્રત્યેની નફરત અને પેલેસ્ટાઈનના લોકોના સમર્થનમાં દેખાવોને રોકવામાં નિષ્ફળ ગઈ છે. આ પ્રકારે ફેડરલ કાયદાનો ભંગ કરતી યુનિવર્સિટીઓને સરકારી ભંડોળ મેળવાનો અધિકાર નથી.
ટ્રમ્પે પ્રમુખ બન્યા પછી હાર્વર્ડ યુનિવર્સિટીને મળતી ૯ અબજ ડોલરના ફંડની સમીક્ષા શરૂ કરી દીધી હતી. સાથે જ ટ્રમ્પે હાર્વર્ડ યુનિવર્સિટીને કેટલાક નીતિગત ફેરફારો કરવા જણાવ્યું હતું અને તેનું પાલન નહીં થાય તો ભંડોળ રોકવાની ધમકી આપી હતી. જોકે, હાર્વર્ડના પ્રોફેસરોએ ટ્રમ્પની વાત માનવાનો તો ઈનકાર કરી દીધો. સાથે તેમણે ટ્રમ્પ વિરુદ્ધ કોર્ટમાં કેસ કર્યો અને તેને ગેરબંધારણીય તથા યુનિવર્સિટીની સ્વાયતત્તા પર હુમલો ગણાવ્યો. ટ્રમ્પ તંત્રના આ નિર્ણય સામે સોમવારે હાર્વર્ડ ના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો પણ રણે ચઢ્યા છે. યુનિવર્સિટી કેમ્પસમાં હેન્ડસ-ઓફ હાર્વર્ડ નાં પ્લેકાર્ડઝ સાથે વિદ્યાર્થીઓએ દેખાવો યોજવા શરૂ કરી દીધા છે. હાર્વર્ડ માં ટોચના બુદ્ધિધનને જ પ્રવેશ મળી શકે છે. ત્યાંના અધ્યાપકો પણ પોતાના વિષયમાં નિષ્ણાત હોય છે. આ યુનિવર્સિટી વાસ્તવમાં સંપૂર્ણ રીતે સ્વાયત્ત છે. તેમાં વહીવટી તંત્રનો હસ્તક્ષેપ વિદ્યાર્થીઓ કે તેના અધ્યાપકો સ્વીકારી શકે જ નહીં.

Related Articles
મ્યાનમારના નેતા આંગ સાન સૂ કી જેલમુક્ત, ઘરમાં જ નજરકેદ રહેશે! સત્તા પર હજુ સૈન્યનો કબજો
મ્યાનમારના નેતા આંગ સાન સૂ કી જેલમુક્ત,...
May 01, 2026
PM, CM, મંત્રી, નેતા કે અધિકારી...તમામની સંપત્તિ તપાસાશે, નેપાળમાં બાલેન શાહનો માસ્ટરસ્ટ્રોક
PM, CM, મંત્રી, નેતા કે અધિકારી...તમામની...
May 01, 2026
અમેરિકાએ 24 કલાકમાં ઈઝરાયલ મોકલ્યા 6500 ટન વિસ્ફોટક, ઈરાન પર હુમલાની આશંકા
અમેરિકાએ 24 કલાકમાં ઈઝરાયલ મોકલ્યા 6500...
May 01, 2026
OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર્યો તો $25 દંડ
OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર...
Apr 30, 2026
ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા, મજાક ઉડાવતાં કહ્યું - અમારા નવા હથિયારથી હાર્ટએટેક આવી જશે!
ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા,...
Apr 30, 2026
ભારતનો કોહિનૂર હીરો પાછો આપો...' અમેરિકાથી ઝોહરાન મમદાણીએ ઊઠાવ્યો અવાજ
ભારતનો કોહિનૂર હીરો પાછો આપો...' અમેરિકા...
Apr 30, 2026
Trending NEWS
OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર્યો તો $25...
30 April, 2026
ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા, મજાક ઉડાવત...
30 April, 2026
કેનેડાના માસ શૂટિંગના વિવાદ બાદ OpenAI પર કેસ: Cha...
30 April, 2026
ભારતનો કોહિનૂર હીરો પાછો આપો...' અમેરિકાથી ઝોહરાન...
30 April, 2026
શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સમાં 927 અને નિફ્ટીમાં 2...
30 April, 2026