Breaking News :
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક્રમિત અને 754 મોત, હજુ સુધી નથી મળી કોઈ વેક્સિન! સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા 'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલચોળ! ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત

ગાઝા માટે ટ્રમ્પે 5 પોઈન્ટનો પ્લાન કર્યો તૈયાર, કબજો કર્યા બાદ શું કરશે અમેરિકા થયું જાહેર

February 05, 2025

ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ હાલમાં અમેરિકાના પ્રવાસે છે. ગાઝા સીઝફાયર વચ્ચે તેમણે વોશિંગ્ટન પહોંચીને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી. બંને નેતાઓ વચ્ચે મુખ્ય મુદ્દો ગાઝા રહ્યો હતો. પરંતુ હવે ટ્રમ્પે એ કહીને બધાને ચોંકાવી દીધા કે અમેરિકા ગાઝા પર કબજો કરશે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ગાઝા અંગેના એક રોડમેપ વિશે વાત કરી. ટ્રમ્પનું કહેવું છે કે, અમે ગાઝા પટ્ટીને અમારા અધિકારક્ષેત્રમાં લઈશું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આ માટે અમેરિકન સેનાની મદદ લેવામાં આવશે? આના પર ટ્રમ્પે કહ્યું કે, આ વાતનો ઈનકાર ન કરી શકાય. અમે સંભવિત રૂપે  અમેરિકન સેનાની મદદ લઈશું.  ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે વ્હાઈટ હાઉસમાં મુલાકાત બાદ પ્રેસને સંબોધતા ટ્રમ્પે ફરી એકવાર ગાઝા પટ્ટી ખાલી કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, 'પેલેસ્ટિનિયનોએ ગાઝા પટ્ટી ખાલી કરવી પડશે. તેમણે ઈજિપ્ત, જોર્ડન અને અન્ય દેશોમાં કાયમી સ્થાયી થઈ જવું જોઈએ. હવે ગાઝા રહેવા યોગ્ય નથી રહ્યું. તેઓ ત્યાં નરકની જેમ રહી રહ્યા છે. પેલેસ્ટિનિયનો ગાઝાના ભવિષ્યમાં નથી.' ટ્રમ્પે કહ્યું કે 'મેં ઘણા મહિનાઓથી ગાઝાની સ્ટડી કરી છે. મેં તેની ખૂબ જ બારીકાઈથી સ્ટડી કરી છે. ગાઝામાં પેલેસ્ટિનિયનો પાસે કોઈ વિકલ્પ નથી. તેમની પાસે શું છે? ત્યાં માત્ર કાટમાળ છે. પેલેસ્ટિનિયનોએ ગાઝાને બદલે કોઈ સુંદર સ્થાને સ્થળાંતર કરી લેવું જોઈએ. અમે ગાઝા પર નિયંત્રણ મેળવીને ત્યાંના બધા ખતરનાક, ન ફૂટેલા બોમ્બ અને અન્ય હથિયારોનો નાશ કરવાથી લઈને સ્થળને સમતળ કરવા અને નષ્ટ થયેલી ઈમારતોનો કાટમાળ હટાવવાની જવાબદારી લઈશું.' ગાઝાને ખાલી કરાવ્યા બાદ અહીં પુનર્નિર્માણ કાર્ય જોરશોરથી હાથ ધરવામાં આવશે. અમે ગાઝાને Riviera of Middle Eastમાં પરિવર્તિત કરીશું. ટ્રમ્પે આગળ કહ્યું કે, આ નિર્ણય સંપૂર્ણ ગંભીરતાથી લેવામાં આવ્યો છે. આ બ્લુપ્રિન્ટ વિશે મેં જેમની સાથે પણ વાત કરી છે તેમને તે પસંદ આવી છે. ગાઝા પર અમેરિકન કબજા પછી઼ આ વિસ્તારનું પુનઃનિર્માણ કરવામાં આવશે અને પછી અહીં હજારો રોજગારની તકો પૂરી પાડીને તેનો વિકાસ કરવામાં આવશે. ગાઝા વિશ્વભરના લોકોનું ઘર બની શકે છે. અમે ગાઝાને મિડલ ઈસ્ટનો રિવેરા બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું. રિવેરા વાસ્તવમાં ઈટાલિયન શબ્દ છે, જેનો અર્થ કોસ્ટલાઈન એટલે કે દરિયાકિનારો થાય છે. ફ્રેન્ચ રિવેરા અને ઈટાલિયન રિવેરા સમગ્ર વિશ્વમાં પોતાના પર્યટન માટે પ્રખ્યાત છે. એવી જ રીતે ટ્રમ્પ ગાઝાને પર્યટન હબ તરીકે વિકસાવવા માગે છે.