ટ્રમ્પ સત્તા સંભાળે તે પહેલા જ મિડલ ઈસ્ટમાં હડકંપ, એક નિવેદને આગમાં ઘી હોમવાનું કામ કર્યું
November 09, 2024
મિડલ ઈસ્ટ યુદ્ધ હોય કે રશિયા-યુક્રેન... દુનિયા હાલ યુદ્ધની આગમાં સળગી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર કહી ચુક્યા છે કે, તે યુદ્ધ ખતમ કરવાના પક્ષમાં છે. ભલે ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છતા હોય કે, યુદ્ધ ખતમ થઈ જાય, પરંતુ શાંતિ પહેલાં તે તબાહીનું દ્રશ્ય જોવા ઈચ્છે છે. ઈઝરાયલ-ઈરાન યુદ્ધને લઈને તેમના ઈરાદા સ્પષ્ટ છે કે, તે બાઇડેન કરતાં પણ વધારે ખતરનાક સાબિત થશે. જોકે, તેઓ આ બધું રાષ્ટ્ર પ્રમુખ પદના શપથ લેતાં પહેલાં જ ઈચ્છે છે. જી હાં, ડોનાલ્ડ ટ્રમ્પના એડવાઇઝર માઇક ઇવાન્સ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ આવનાર 8 અઠવાડિયા એટલે કે, રાષ્ટ્ર પ્રમુખના શપથ ગ્રહણ સમારોહ પહેલાં જ આ મામલાને થાળે પાડવા માગે છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન માઇક ઇવાન્સે કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છે છે કે, ઈઝરાયલ-ઈરાનની તેલ સુવિધા અને શિપિંગ કમેંટનરો પર હુમલો કરી દે. તેનાથી ઇસ્લામિક શાસન એટલે કે, ઈરાન નાદાર થઈ જશે અને યુદ્ધ હંમેશા માટે ખતમ થઈ જશે. ટ્રમ્પના સલાહકાર અનુસાર, ઈરાન પર હુમલો કરવાની આ એક સુવર્ણ તક છે. ઈઝરાયલને આ કામ નવા રાષ્ટ્ર પ્રમુખના શપથ લે તે પહેલાં કરવું પડશે. માઇક ઇવાન્સે ભાર મૂકતા કહ્યું કે, ઈઝરાયલ પાસે નિર્ણાયક કાર્યવાહી કરવા માટે 20 જાન્યુઆરી સુધીનો સમય છે. તેણે ગાઝા અને લેબેનોનમાં શરૂ સંઘર્ષનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, 'ટ્રમ્પ ઈચ્છે છે કે, ઈઝરાયલ આવનાર આઠ અઠવાડિયામાં જ ઈરાનનું કામ તમામ કરી દે. ઈઝરાયલ સાઉથ અને નૉર્થમાં મામલો સંકેલી શકે છે અને ફરી ધ્યાન ઈરાન પર કેન્દ્રીત કરી શકાય છે.' હવે પ્રશ્ન એ થાય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી સીધો આ સંદેશ મળ્યો છે? તો આ સવાલના જવાબમાં ઇવાન્સે કહ્યું, 'મને લાગે છે કે, તે આ તરફ ઈશારો કરી રહ્યાં છે. તેમને ચાર વર્ષ સુધી જાણ્યા બાદ મને પૂરો વિશ્વાસ છે કે ટ્રમ્પ આવું જ ઈચ્છે છે. ડોનાલ્ડ ટ્રમ્પ ઈઝરાયલને સુન્ની દેશો સાથે કરાર કરાવવા જેવું મોટું ઈનામ આપશે. હું ક્રાઉન પ્રિન્સને મળ્યો હતો અને હું જાણું છું કે, તે કરાર પર સહી કરવા ઈચ્છે છે. આ અબ્રાહમ કરારનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ હશે.'
Related Articles
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહાર: હોર્મુઝમાં જહાજો પાસેથી હવે યુઆનમાં લેશે ટોલ, એજન્સી બનાવી
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહ...
May 09, 2026
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પૃથ્વીથી લઈને ચંદ્ર સુધી રહસ્યમયી વસ્તુના પુરાવા
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પ...
May 09, 2026
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિકા આખરે સહમત
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિ...
May 09, 2026
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા તે પહેલાં જ હોર્મુઝમાં ચીની ટેન્કર પર હુમલો
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા...
May 09, 2026
ક્રુઝ શિપમાં હંટા વાયરસથી ત્રણનાં મોત, 24થી વધુ શિપ છોડી ભાગ્યા
ક્રુઝ શિપમાં હંટા વાયરસથી ત્રણનાં મોત, 2...
May 09, 2026
ચીનમાં જિનપિંગ સાથે કામ કરતાં બે પૂર્વ સંરક્ષણ મંત્રીને ફાંસીની સજા, લાંચ લેવાનો હતો આરોપ
ચીનમાં જિનપિંગ સાથે કામ કરતાં બે પૂર્વ સ...
May 09, 2026
Trending NEWS
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા તે પહેલાં...
09 May, 2026
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા...
09 May, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે...
09 May, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના...
09 May, 2026