ટ્રમ્પના AI જનરેટેડ વીડિયો થકી કર્ણાટકમાં 100થી વધુ લોકો સાથે છેતરપિંડી
May 25, 2025
સાયબર ગઠિયા એક કરોડ સેરવી ગયા
મૈસુર ઃ કર્ણાટકમાં સાયબર ફ્રોડનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કેટલાક સાયબર ગઠિયાઓએ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નામે એક ફેક એપ બનાવી હતી. આ એપ થકી તેમણે અનેક લોકોને ઊંચા વળતરની લાલચ આપીને એક કરોડથી વધુ રૂપિયા સેરવી લીધા છે. આ મુદ્દે કેટલાક લોકો પોલીસ ફરિયાદ કરાવવા આવ્યા ત્યારે સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું.
તપાસમાં જાણવા મળ્યું છે કે, સાયબર ગઠિયાઓએ ‘ટ્રમ્પ હોટેલ રેન્ટલ’ જેવા નામે એક એપ ડિઝાઈન કરી હતી. તેના પર ટ્રમ્પનો એક AI જનરેટેડ વીડિયો બનાવીને લોકોને હાઈ રિટર્નની લાલચ આપી હતી. આ વીડિયો જોઈને અનેક લોકોએ ફેક એપ થકી લાખોનું રોકાણ કર્યું હતું. મળતી માહિતી મુજબ, સાયબર ગઠિયાઓએ તેમની ઝાળમાં ફસાયેલા પીડિતોને તેમની સ્કીમમાં રોકાણ કરવા માટે મોટા ઈનામનું વચન આપ્યું હતું. આ સાથે જ ઘરેથી કામ કરવાની પણ તક આપવામાં આવી હતી. ફક્ત કર્ણાટકના હાવેરી જિલ્લામાં જ 15થી વધારે આવા લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે.
એક પીડિતે આ વિશે કહ્યું કે, 'અમને ખાતા ખોલવા માટે 1500 રૂપિયા આપવા માટે કહેવામાં આવ્યું હતું અને કંપનીની પ્રોફાઇલ ખોલવાનું કહેવાયું હતું. દરેક આવું કામ પૂરૂ કરવાની સાથે મારા ડેશબોર્ડ પર કથિત રૂપે કમાયેલા રૂપિયામાં વધારો થતો. જોકે, હકીકતમાં મેં 1 લાખથી વધુ રૂપિયા ગુમાવી દીધા હતા.'
Related Articles
યુક્રેનના બંદરગાહ પર રશિયાનો હુમલો: કાર્ગો જહાજમાં ભયાનક આગ લાગી
યુક્રેનના બંદરગાહ પર રશિયાનો હુમલો: કાર્...
Jul 12, 2026
જહાજને ટાર્ગેટ કરાતા અમેરિકા ભડક્યું, ઈરાને પણ આપ્યો વળતો જવાબ
જહાજને ટાર્ગેટ કરાતા અમેરિકા ભડક્યું, ઈર...
Jul 12, 2026
ઈરાનના 300થી વધુ મિલિટરી લોકેશન્સને ટાર્ગેટ કરાયા, અમેરિકાનો દાવો
ઈરાનના 300થી વધુ મિલિટરી લોકેશન્સને ટાર્...
Jul 12, 2026
અમેરિકાની ચાબહાર પોર્ટ, અણુ મથક સહિત 90 સ્થળે સ્ટ્રાઇક
અમેરિકાની ચાબહાર પોર્ટ, અણુ મથક સહિત 90...
Jul 10, 2026
ઈરાનના બુશહરમાં ફરી ધડાકા, ટ્રમ્પ-નેતન્યાહૂએ કરી ટેલિફોનિક વાતચીત
ઈરાનના બુશહરમાં ફરી ધડાકા, ટ્રમ્પ-નેતન્ય...
Jul 10, 2026
AIની વિશ્વના ટેક સેક્ટર પર અસર, 2026માં 1,20,000ની છટણી
AIની વિશ્વના ટેક સેક્ટર પર અસર, 2026માં...
Jul 10, 2026
Trending NEWS
10 July, 2026
10 July, 2026
10 July, 2026
10 July, 2026
10 July, 2026
10 July, 2026
10 July, 2026
10 July, 2026
10 July, 2026
09 July, 2026