ટ્રમ્પનું ટેરિફ યુદ્ધ: સત્તા સંભાળતા જ ભારતના બે દુશ્મન દેશોને સબક શિખવાડવાની જાહેરાત
November 26, 2024
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સના સતત વધતા ધસારાને લઈને કેનેડા અને મેક્સિકોથી આવતા તમામ ઉત્પાદનો પર 25 ટકા ટેરિફ લડવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે દેશમાં ગેરકાયદેસર રીતે આવતા ડ્રગ્સ માટે પણ ચીનને જવાબદાર ઠેરવ્યું છે અને ચીન પર વધારાના 10 ટકા ટેરિફ લાદવાની વાત કરી છે. ટ્રમ્પે સોમવારના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવેલી પોસ્ટમાં કહ્યું કે, '20 જાન્યુઆરીએ પદના શપથ લીધા બાદ હું સૌથી પહેલું કામ કેનેડા, ચીન અને મેક્સિકોથી આવતા સામાન પર ટેરિફ લાડવાનું કરીશ.' ટ્રમ્પે વધુમાં લખ્યું કે, 'હજારો લોકો મેક્સિકો અને કેનેડાથી અમેરિકામાં પ્રવેશ કરી રહ્યા છે અને તેઓ પોતાની સાથે ડ્રગ્સ અને ક્રાઈમ લાવી રહ્યા છે. જો કેનેડા અને મેક્સિકો ઇચ્છે તો તેઓ આ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને રોકી શકે છે અને તેમની પાસે આવું કરવાની સત્તા પણ છે. તેથી, કેનેડા અને મેક્સિકોથી આવતા ઉત્પાદનો પર 25 ટકા ટેરિફ લાદવામાં આવશે અને જ્યાં સુધી કેનેડા અને મેક્સિકો તેમની સરહદ દ્વારા યુએસમાં આવતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અટકાવશે નહીં, ત્યાં સુધી તેઓએ ભારે ટેરિફ ચૂકવવા પડશે.' ટ્રમ્પે ચીન પર નિશાન સાધતા કહ્યું કે, 'ચીનથી મોટા પ્રમાણમાં દવાઓ ખાસ કરીને ફેન્ટાનાઈલ અમેરિકામાં આવી રહી છે. તેમણે ભૂતકાળમાં ચીન સાથે ડ્રગ્સનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને ચીને ડ્રગ્સ પેડલર્સ સામે કડક પગલાં લેવાની વાત પણ કરી હતી, પરંતુ તેમ છતાં અમેરિકામાં ફેન્ટાનાઇલ ડ્રગ્સનો ધસારો બેરોકટોક ચાલુ છે. આવી સ્થિતિમાં, અમારી સરકાર દવાઓને રોકવામાં સક્ષમ ન હોવાથી ચીન પર વધારાના 10 ટકા ટેરિફ લાદશે.'
Related Articles
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહાર: હોર્મુઝમાં જહાજો પાસેથી હવે યુઆનમાં લેશે ટોલ, એજન્સી બનાવી
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહ...
May 09, 2026
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પૃથ્વીથી લઈને ચંદ્ર સુધી રહસ્યમયી વસ્તુના પુરાવા
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પ...
May 09, 2026
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિકા આખરે સહમત
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિ...
May 09, 2026
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા તે પહેલાં જ હોર્મુઝમાં ચીની ટેન્કર પર હુમલો
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા...
May 09, 2026
ક્રુઝ શિપમાં હંટા વાયરસથી ત્રણનાં મોત, 24થી વધુ શિપ છોડી ભાગ્યા
ક્રુઝ શિપમાં હંટા વાયરસથી ત્રણનાં મોત, 2...
May 09, 2026
ચીનમાં જિનપિંગ સાથે કામ કરતાં બે પૂર્વ સંરક્ષણ મંત્રીને ફાંસીની સજા, લાંચ લેવાનો હતો આરોપ
ચીનમાં જિનપિંગ સાથે કામ કરતાં બે પૂર્વ સ...
May 09, 2026
Trending NEWS
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા...
09 May, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે...
09 May, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના...
09 May, 2026
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
09 May, 2026