Breaking News :
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ અમેરિકાની લાઈબ્રેરીમાં 18 વર્ષના યુવકનું અંધાધૂંધ ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, 2 લોકોના મોત અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થતાં ભારતીય વાયદા બજારમાં કડાકો, સોનું 1743 અને ચાંદી 1291 સસ્તી થઈ હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે ચોમાસું મુંબઈ બાદ દક્ષિણ ગુજરાત તરફ આગળ વધતાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઇંચ વરસાદ ખાબક્યો

અફઘાનિસ્તાનના કાબુલમાં ભયંકર બ્લાસ્ટ, તાલિબાની મંત્રી રહમાન હક્કાની સહિત 12ના મોત

December 11, 2024

કાબુલ : અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ભયંકર બ્લાસ્ટ થયો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે બુધવારે કાબુલમાં શરણાર્થી મંત્રાલયના પરિસરમાં થયેલા બ્લાસ્ટમાં તાલિબાન શરણાર્થી મંત્રી ખલીલ રહેમાન હક્કાની અને તેના ત્રણ બોડીગાર્ડસ સહિત 12 લોકોના મોત થઈ ગયા છે. એક અહેવાલ પ્રમાણે આ હુમલો ત્યારે થયો હતો જ્યારે હક્કાની ખોસ્તથી આવેલા લોકોના ગ્રૂપની યજમાની કરી રહ્યા હતા.

તાલિબાન સરકારે આ ઘટનાની પુષ્ટિ કરી છે. હાલમાં આ બ્લાસ્ટ કઈ રીતે થયો અને તેને કોણે અંજામ આપ્યો તે અંગે વધુ માહિતી સામે નથી આવી. અત્યાર સુધી મળેલા ઈનપુટ્સના આધારે આને આત્મઘાતી હુમલો માનવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ બ્લાસ્ટમાં આત્મઘાતી હુમલાખોરનું પણ મોત થઈ ગયું છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.

ખલીલ રહેમાન હક્કાની તાલિબાનના આંતરિક મંત્રી સિરાજુદ્દીન હક્કાનીના કાકા હતા, તેમને ઓગસ્ટ 2021માં જૂથની સત્તા પર વાપસી બાદ શરણાર્થીઓના કાર્યવાહક મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

પ્રાથમિક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈસ્લામિક સ્ટેટ અને તાલિબાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે આ હુમલો ટાર્ગેટેડ હુમલો હોઈ શકે છે, જો કે હજુ સુધી આ મામલે કોઈ સંગઠનની સંડોવણી સામે નથી આવી.