યુક્રેન-અમેરિકાનું ટેન્શન વધ્યું, રશિયાએ ઉ.કોરિયા સાથે મળી કરી તૈયારી, 50000 સૈનિકો હુમલો કરશે!
November 11, 2024
રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ બે વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધમાં સ્થિતિ સતત વણસી રહી છે. ગઈકાલે યુક્રેને રશિયાની રાજધાની મોસ્કોમાં 34 ડ્રોન વડે હુમલો કર્યો હતો. જો કે, રશિયાની સુરક્ષા સેનાએ તમામ ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવ્યા હોવાનો દાવો કર્યો છે. રશિયા યુક્રેન પર મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યું હોવાના અહેવાલો મળ્યા છે. રશિયાના કુર્સ્ક પ્રાંતમાં યુક્રેનના ઠેકાણાઓ પર રશિયા ઉત્તર કોરિયન સેના સાથે મળી મોટા હુમલાઓની તૈયારીઓ કરી રહ્યું છે. આશરે 50 હજાર રશિયન અને ઉત્તર કોરિયન સૈનિકો આ હુમલામાં ભાગ લેવા માટે સજ્જ હોવાના અહેવાલો મળ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર જેલેન્સ્કીએ ગુરૂવારે જ નિવેદન આપ્યું હુતં કે, ઉત્તર કોરિયાના 11 હજાર સૈનિકો રશિયાના એવા વિસ્તારોમાં તૈનાત છે, કે જ્યાંથી યુક્રેન હુમલો કરવા પ્રવેશી રહ્યું હતું. યુક્રેનના કમાન્ડરે જણાવ્યા પ્રમાણે, ઉત્તર કોરિયન સૈનિકો કુર્સ્કમાં યુદ્ધમાં સીધો ભાગ લઈ રહ્યા છે. જેલેન્સ્કીએ પોતાના સમર્થક દેશોને રશિયામાં તૈનાત ઉત્તર કોરિયન સેનાને દૂર કરવા અપીલ કરી છે. પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી. જેના પગલે હવે યુક્રેન ઉત્તર કોરિયન સેનાના ઠેકાણાઓ પર હુમલો કરી શકે છે. જેલેન્સ્કીએ જણાવ્યું હતું કે, યુક્રેન રશિયાની અંદર ટાર્ગેટ પર હુમલો કરવા મટે પશ્ચિમી દેશોમાં નિર્મિત લાંબા અંતરની મિસાઈલનો ઉપયોગ મંજૂરી વિના કરી શકે તેમ નથી. બીજી તરફ અમેરિકા, બ્રિટન, અને જર્મની તમાશો જોઈ રહ્યું છે કે, ક્યારે ઉત્તર કોરિયાના સેના યુક્રેનના લોકો પર હુમલો કરે...
Related Articles
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહાર: હોર્મુઝમાં જહાજો પાસેથી હવે યુઆનમાં લેશે ટોલ, એજન્સી બનાવી
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહ...
May 09, 2026
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પૃથ્વીથી લઈને ચંદ્ર સુધી રહસ્યમયી વસ્તુના પુરાવા
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પ...
May 09, 2026
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિકા આખરે સહમત
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિ...
May 09, 2026
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા તે પહેલાં જ હોર્મુઝમાં ચીની ટેન્કર પર હુમલો
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા...
May 09, 2026
ક્રુઝ શિપમાં હંટા વાયરસથી ત્રણનાં મોત, 24થી વધુ શિપ છોડી ભાગ્યા
ક્રુઝ શિપમાં હંટા વાયરસથી ત્રણનાં મોત, 2...
May 09, 2026
ચીનમાં જિનપિંગ સાથે કામ કરતાં બે પૂર્વ સંરક્ષણ મંત્રીને ફાંસીની સજા, લાંચ લેવાનો હતો આરોપ
ચીનમાં જિનપિંગ સાથે કામ કરતાં બે પૂર્વ સ...
May 09, 2026
Trending NEWS
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા તે પહેલાં...
09 May, 2026
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા...
09 May, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે...
09 May, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના...
09 May, 2026