અમેરિકાના 'વૉર પ્લાન'ની માહિતી લીક! NSAએ ગ્રૂપમાં ભૂલથી પત્રકારને જોડી દીધા
March 25, 2025
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્રની એક મોટી ભૂલ સામે આવી છે. અહીંના ઉચ્ચ અધિકારીઓએ સંવેદનશીલ બાબતોને લગતી માહિતી ધરાવતા એક ગ્રૂપ ચેટમાં એક પત્રકારને જોડી દીધા. હવે આનો ખુલાસો ખુદ પત્રકારે કર્યો છે. જેફરી ગોલ્ડબર્ગ 'ધ એટલાન્ટિક' મેગેઝિનના એડિટર ઈન ચીફ છે. તેમણે મેગેઝિનની એક કોલમમાં પોતે ટ્રમ્પ વહીવટીતંત્રના ટોચના અધિકારીઓ સાથેના ગ્રૂપ ચેટમાં સામેલ હોવાનું જણાવ્યું છે. આ ગ્રૂપ ચેટ નેશનલ સિક્યોરિટી એડવાઈઝર માઈક વોલ્ટ્ઝે બનાવ્યું હતું. જેફરી ગોલ્ડબર્ગે 'ધ એટલાન્ટિક'ના પોતાના ઓપિનિયન સેક્શનમાં જણાવ્યું કે, '11 માર્ચ 2025ના રોજ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ડિફેન્સ સેક્રેટરી પીટ હેગ્સેથે મેસેજિંગ એપ સિગ્નલના એક ગ્રૂપ ચેટમાં અમેરિકા દ્વારા હૂતી વિદ્રોહીઓ પર કરવામાં આવેલા હુમલા વિશે જાણકારી આપી. મને આ હુમલાની જાણકારી બે કલાક પહેલા જ થઈ ચૂકી હતી. પહેલા મને લાગ્યું કે, કદાચ મને ટ્રેપ કરવા માટે કોઈ પીટ હેગ્સેથની નકલ કરી રહ્યું હોય, પરંતુ બાદમાં મામલો કંઈક બીજો જ નીકળ્યો.' જેફરી ગોલ્ડબર્ગે જણાવ્યું કે 'મને 'હૂતી PC સ્મોલ ગ્રૂપ' નામના સિગ્નલ ચેટ ગ્રૂપમાં જોડવામાં આવ્યો હતો. તેમાં વિદેશ મંત્રી માર્કો રુબિયો, CIA ડિરેક્ટર જોન રેટક્લિફ અને વાઈસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ સહિત અન્ય અધિકારીઓ સામેલ હતા. તેઓ યુદ્ધ અંગે પોતાનો પ્લાન જાણાવી રહ્યા હતા. મને લાગ્યું કે, પત્રકારોને શરમજનક સ્થિતિમાં મૂકવા માટે મને આ ગ્રૂપમાં જોડવામાં આવ્યો છે. મને શંકા હતી કે આ ગ્રૂપ ચેટ વાસ્તવિક હોઈ શકે છે. કારણ કે હું વિશ્વાસ નહોતો કરી શકતો કે, અમેરિકાનું રાષ્ટ્રીય સુરક્ષા નેતૃત્વ યુદ્ધની યોજનાઓ માટે સિગ્નલ પર ચેટ કરશે. આ સાથે જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એટલા બેદરકાર હશે કે ધ એટલાન્ટિકના એડિટર ઈન ચીફને એક ગ્રૂપ ચેટમાં જોડશે જેમાં વાઈસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ પણ સામેલ છે.'
Related Articles
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36...
May 06, 2026
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 60થી વધુને ગંભીર ઇજા : બાજુનાં ઘરો ખાલી કરાયા
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 6...
May 06, 2026
ફરી યુદ્ધના ભણકારા! ઈરાન પાસે અમેરિકાનું સૈન્ય વિમાન ગાયબ, ઈમરજન્સીનો છેલ્લો સંદેશ મોકલ્યો
ફરી યુદ્ધના ભણકારા! ઈરાન પાસે અમેરિકાનું...
May 06, 2026
ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક! વ્હાઈટ હાઉસ પાસે ફાયરિંગ બાદ 'લોકડાઉન', ફિલ્મી સ્ટાઈલમાં એનકાઉન્ટર
ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક! વ્હાઈટ હાઉસ...
May 05, 2026
18 દિવસના યુદ્ધવિરામ બાદ ફરી સ્થિતિવિસ્ફોટક, હોર્મુઝમાં અમેરિકાના હુમલામાં 5ના મોતનો દાવો, બહેરીનમાં નેશનલ ઈમરજન્સી જાહેર
18 દિવસના યુદ્ધવિરામ બાદ ફરી સ્થિતિવિસ્ફ...
May 05, 2026
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં યુએસ નેવીએ ઈરાનની છ બોટ તોડી પાડી, પ્રોજેક્ટ ફ્રીડમ હેઠળ અમેરિકાની કડક કાર્યવાહી
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં યુએસ નેવીએ ઈરાનની...
May 05, 2026
Trending NEWS
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી...
06 May, 2026
હુમા કુરેશી આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે
06 May, 2026
પ્રભાસ આ મહિને કલ્કિ ટુનું શૂટિંગ આગળ ધપાવશે
06 May, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી...
05 May, 2026