બ્રિટનની યુનવર્સિટીના VC ભારતીય મહિલા સાથે અફેરના ચક્કરમાં સસ્પેન્ડ થયાં
December 06, 2024
બ્રિટનની યુનિવર્સિટી ઑફ બકિંઘમના વાઇસ ચાન્સલર જેમ્સ ટૂલીને હૈદરાબાદની એક મહિલા સાથે અફેરના આરોપો બાદ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, ટૂલીએ મહિલાની યુનિવર્સિટીની ફી ભરવામાં મદદ કરી હતી. ભારતીય મહિલાએ પોતાની ડાયરીમાં દાવો કર્યો કે, તેમની પાસે 65 વર્ષીય પ્રોફેસર ટૂલી સાથે શારીરિક સંબંધ હતો. આ આરોપ ત્યારે સામે આવ્યો જ્યારે પત્નીએ યુવતી દ્વારા લખેલી ડાયરીની નકલો યુનિવર્સિટીને સોંપી દીધી. ટૂલીના સસ્પેન્શનની જાહેરાત ઓક્ટોબરમાં કરવામાં આવી હતી, પરંતુ તે હમણાં જ પ્રકાશમાં આવી છે.
ટૂલી વર્ષ 2020થી વાઇસ ચાન્સલરના પદ પર હતાં. તેઓએ પોતાના વકીલના માધ્યમથી આ નિવેદન રજૂ કર્યું છે. જેમાં તેઓએ આ આરોપોને નિરાધાર જણાવ્યું છે. નોંઘનીય છે કે, આરોપોનો ખુલાસો ટૂલીની 42 વર્ષીય પત્ની સિંથિયાએ કર્યો હતો. સિંથિયા મૂળ નાઇજીરિયાની છે અને ટૂલી સાથે ફેબ્રુઆરી 2022માં લગ્ન કર્યા હતાં. ડાયરીમાં ભારતીય મહિલાએ દાવો કર્યો હતો કે, જ્યારે તે પહેલીવાર ટૂલીને મળી હતી ત્યારે તેની ઉંમર 18 વર્ષની હતી અને તેમના શારીરિક સંબંધ ત્યારે શરૂ થયો જ્યારે તે 21 વર્ષની હતી. ભારતીય મહિલાએ પોતાની ડાયરીમાં લખ્યું, 'જે પણ મારી ડાયરકી વાંચશે તે જોઈ શકે છે કે, હું તેને પ્રેમ કરતી હતી અને તેમની સાથે રહેવા ઈચ્છતી હતી. તે હંમેશા મારી સાથે સન્માનપૂર્વક વર્તન કરતા હતાં. લોકો કહે છે કે, તેઓ મારો ઉપયોગ કરે છે, કારણકે તેમની પાસે શક્તિ અને પૈસા હતાં. તે એક સારા માણસ છે જે બીજા લોકો માટે ચિંતા કરે છે.'
Related Articles
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવા...
Oct 09, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026