ભારત અને ચીનના સંબંધોમાં તિરાડ પાડવા પશ્ચિમી દેશોનો પ્રયાસ: રશિયાના વિદેશમંત્રીનો દાવો
May 16, 2025
દિલ્હી : વારંવાર પાકિસ્તાનનો સાથ આપનારા ચીન સાથે ભારતના સંબંધો અત્યંત જટિલ રહ્યા છે. ભારત સાથે ચીનનો અબજો રૂપિયાનો વેપાર થાય છે છતાં ચીને પાકિસ્તાનનો સાથ આપવાનું પસંદ કર્યું. એવામાં હવે રશિયાનું માનવું છે કે પશ્ચિમી દેશોના કારણે ભારત અને ચીનના સંબંધો વણસી રહ્યા છે.
રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે પશ્ચિમી દેશો ભારત અને ચીન વચ્ચે તણાવ પેદા કરવા માટે ષડયંત્ર રચી રહ્યા છે. પશ્ચિમી દેશો 'ભાગલા પાડો અને રાજ કરો'ની નીતિના આધારે બંને દેશોના સંબંધોમાં તિરાડ પાડવા માંગે છે. આ નીતિ વિશે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ અગાઉ ઉલ્લેખ કર્યો હતો.
લાવરોવે કહ્યું છે, કે પશ્ચિમી દેશોની ચીન વિરોધી નીતિ સ્પષ્ટ થઈ ગઈ છે. અમારા ગાઢ મિત્રો ભારત અને ચીન વચ્ચે તિરાડ પડવા માટે ષડયંત્ર રચાઈ રહ્યું છે. પશ્ચિમી દેશો ASEANને નબળું પડવા માંગે છે જેથી સાઉથ-ઈસ્ટ એશિયામાં પોતાનું પ્રભુત્વ વધારી શકે.
Related Articles
બે પુત્રીના લગ્ન પ્રસંગે પિતાનું હાર્ટ એટેકથી મોત, જાનૈયા જમી ન લે ત્યાં સુધી પરિવારે જાણ ન કરી
બે પુત્રીના લગ્ન પ્રસંગે પિતાનું હાર્ટ એ...
May 02, 2026
મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં કશું ખોટું નથી: TMCને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો
મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં...
May 02, 2026
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મતદાન, ગરબડની ફરિયાદો બાદ ચૂંટણી પંચનો નિર્ણય
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મ...
May 01, 2026
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો... LPG ભાવ વધારા મુદ્દે રાહુલ ગાંધીના પ્રહાર
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલન...
May 01, 2026
ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં હાજર થવાનો આરોપ, વિપક્ષનો જોરદાર હોબાળો
ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં...
May 01, 2026
ગાઝિયાબાદમાં શોર્ટ સર્કિટના કારણે 13 માળની બિલ્ડિંગમાં આગ, 9મા માળથી 12મા માળ સુધીના 8 ફ્લેટ ખાખ થયા
ગાઝિયાબાદમાં શોર્ટ સર્કિટના કારણે 13 માળ...
Apr 29, 2026
Trending NEWS
30 April, 2026
30 April, 2026
30 April, 2026
30 April, 2026
30 April, 2026
29 April, 2026
29 April, 2026
29 April, 2026
29 April, 2026