Breaking News :
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ ગ્રામ દોઢ લાખને પાર બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં

'તમારી યોજના યોગ્ય નથી, તમે સમસ્યાનું સમાધાન નથી કરી રહ્યાં..' ટ્રમ્પ પર ભડક્યાં પોપ ફ્રાન્સિસ

January 20, 2025

અમેરિકામાં આજે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદે શપથ ગ્રહણ કરશે. રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પની ગેરકાયદે વસતાં ઈમિગ્રન્ટ્સને હાંકી કાઢવાની કવાયતનો પોપ ફ્રાન્સિસે વિરોધ કર્યો છે. તેમણે ટ્રમ્પની આકરી ટીકા કરતાં આ પ્રકારનું પગલું અમાનવીય હોવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે, ટ્રમ્પે ચૂંટણી દરમિયાન આપેલા વચનને અનુરૂપ અમેરિકામાં વસતા ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને હાંકી કાઢવાની કવાયત  સત્તા પર આવ્યા બાદ હાથ ધરી શકે છે. જેનો ઘણા લોકો વિરોધ કરી રહ્યા છે.પોપ ફ્રાન્સિસ ડોનાલ્ડ ટ્રમ્પ પર ભડકી ઉઠ્યા છે. તેમણે ટ્રમ્પની ઈમિગ્રેશન પોલિસીઓની નિંદા કરતાં કહ્યું છે કે, તેમની ઈમિગ્રન્ટ્સને હાંકી કાઢવાની યોજના અપમાનજનક છે. જે ઈમિગ્રન્ટ્સ પાસે કંઈ જ નથી, તેઓ ક્યાં જશે અને ક્યાં રહેશે. ટ્રમ્પે તેની ભારે કિંમત ચૂકવવી પડી શકે છે. ટ્રમ્પની યોજના યોગ્ય નથી, આ પગલું સમસ્યાનું સમાધાન નથી.  ટ્રમ્પ ઈમિગ્રેશન પોલિસી મુદ્દે આકરૂ વલણ લઈ શકે છે. તેમના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ટ્રમ્પ દેશભરમાં ગેરકાયદે વસતાં ઈમિગ્રન્ટ્સ વિરૂદ્ધ અભિયાન ચલાવવાના છે. જેમાં ન્યૂયોર્ક, મિયામીમાંથી ઘણા લોકોની ધરપકડ થઈ શકે છે. ટ્રમ્પે ચૂંટણી દરમિયાન પણ અમેરિકન્સને વચન આપ્યું હતું કે, હું દેશમાં વસતાં ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ મુદ્દાનો ઉકેલ લાવીશ. તેમજ ઈમિગ્રેશન પોલિસીમાં ફેરફારો સાથે એક નવા અમેરિકાની રચના કરીશ. અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરનારા ઈમિગ્રન્ટ્સની આગામી સપ્તાહથી અટકાયત કરવામાં આવશે.