13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિટોરિયસે T20 ક્રિકેટના ઈતિહાસનો ક્રિસ ગેલનો 13 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
October 03, 2026
દક્ષિણ આફ્રિકાના 20 વર્ષીય યુવા વિસ્ફોટક ડાબોડી બેટ્સમેન લુઆન-ડ્રે પ્રિટોરિયસે (Luan-Dre Pretorius) ટી-20 ક્રિકેટના ઇતિહાસમાં નવો સુવર્ણ ઈતિહાસ રચી દીધો છે. દક્ષિણ આફ્રિકાની સ્થાનિક 'CSA T20 ચેલેન્જ' લીગમાં ટાઇટન્સ ફ્રેન્ચાઇઝી તરફથી રમતા પ્રિટોરિયસે નાઇટ્સ સામે માત્ર 79 બોલમાં અણનમ 188 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ સાથે જ તેણે આઈપીએલ 2013 માં 'યુનિવર્સ બોસ' ક્રિસ ગેલે પુણે વોરિયર્સ સામે ફટકારેલા અણનમ 175 રનના 13 વર્ષ જૂના વિશ્વ રેકોર્ડને તોડીને ટી-20 ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. સાઉથ આફ્રિકાના 20 વર્ષીય યુવા બેટ્સમેન પ્રિટોરિયસે મેદાનની ચારેય તરફ રનનો ખડકલો કરી દીધો હતો. તેણે પોતાની ઇનિંગ દરમિયાન માત્ર 24 બોલમાં અડધી સદી અને ત્યારબાદ આગામી 16 બોલમાં જ એટલે કે 40 બોલમાં સદી પૂરી કરી લીધી હતી. જ્યારે 150 રનનો આંકડો 58 બોલમાં સ્પર્શ્યો હતો. પોતાની 188 રનની અણનમ ઇનિંગમાં તેણે 13 દર્શનીય છગ્ગા અને 15 ચોગ્ગા ફટકાર્યા હતા. જો ટાઇટન્સને રમવા માટે વધુ એક ઓવર મળી હોત તો તે ટી-20 ક્રિકેટ ઇતિહાસની પ્રથમ બેવડી સદી (Double Century) પણ ફટકારી શક્યો હોત.પ્રિટોરિયસના આ મહા-ધમાકાના દમ પર ટાઇટન્સ ટીમે 20 ઓવરમાં 3 વિકેટના ભોગે 267 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો, જે આ ટૂર્નામેન્ટના ઇતિહાસનો બીજો સૌથી મોટો ટીમ સ્કોર છે. આ પહેલા 2022માં ડેવાલ્ડ બ્રેવિસે ૧૬૨ રન ફટકારીને આ લીગનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બનાવ્યો હતો, જે રેકોર્ડ પણ હવે પ્રિટોરિયસે પોતાના નામે કરી લીધો છે.
Related Articles
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડ...
Oct 03, 2026
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી જીત્યો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનન...
Oct 03, 2026
ICC વનડે વર્લ્ડ કપ 2027ના શેડ્યૂલની જાહેરાત, 10 ઑક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો
ICC વનડે વર્લ્ડ કપ 2027ના શેડ્યૂલની જાહે...
Oct 02, 2026
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જીત્યા 8 મેડલ, એશિયન ગેમ્સમાં કુલ મેડલ 45 થયા
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જી...
Sep 29, 2026
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત, સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત,...
Sep 26, 2026
Trending NEWS
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણ...
02 October, 2026
દોષિતોએ ભારે કિંમત ચૂકવવી પડશે', નેતન્યાહૂનો એક્શન...
02 October, 2026
જ્ઞાનેશ કુમારના રાજીનામાં સુધી લડાઈ યથાવત રહેશે'-...
02 October, 2026
જ્ઞાનેશ કુમારના રાજીનામાંની માંગ તેજ છતાં ચૂંટણી પ...
02 October, 2026
ICC વનડે વર્લ્ડ કપ 2027ના શેડ્યૂલની જાહેરાત, 10 ઑક...
02 October, 2026
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉકેલાયો
30 September, 2026
ચાલુ ફ્લાઈટમાં બંને પાયલટ બાખડ્યા ને દુનિયામાં ફેલ...
30 September, 2026
પ્રતિબંધિત જાહેરાત મામલે તુકારામ મુંઢે લાલઘૂમ: શાહ...
30 September, 2026
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો...
30 September, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં...
30 September, 2026