ઇસરોનો એનવીએસ-03 સેટેલાઇટ આકાશમાં 36,196 કિ.મી.ની ભ્રમણકક્ષામાં ગોઠવાયો

November 08, 2026

બેંગલુરુ : ઇસરોનો નેવીગેશન વિઝિટર સિરિઝ (એનવીએસ : ૦૩ સેટલાઇટ) સેટેલાઇટ ૨૦૨૬ની ૪, નવેમ્બરે તેની નિશ્ચિત ભ્રમણકક્ષામાં સફળતાથી પહોંચી ગયો છે. એનવીેસ : ૦૩ સેટેલાઇટની નિશ્ચિત ભ્રમણકક્ષા પૃથ્વીથી આકાશમાં ૩૫,૭૬૫ : ૩૬,૧૯૬ કિલોમીટર છે. એનવીએસ : ૦૩ સેટેલાઇટ નેવીેશન સિરિઝનો ત્રીજો સેટેલાઇટ છે. એનવીએસ : ૦૩ સેટેલાઇટ જીએસએલવી : એફ ૧૮ રોકેટ દ્વારા ૨૦૨૬ની ૩૦, ઓક્ટોબરે તરતો મૂકવામાં આવ્યો છે.


ઇસરોનાં સૂત્રોએ એવી માહિતી આપી છે કે અમે અમારા એનવીએસ : ૦૩ સેટેલાઇટને તેની નિશ્ચિત ભ્રમણકક્ષામાં સફળતાથી પહોંચાડવા માટે કુલ ચાર વખત સફળ પ્રયોગ કર્યા હતા. આ પ્રયોગમાં લિક્વિડ એપોજી મોટર(એલએેએમ) એન્જિનને ૬,૧૬૪ સેકન્ડ્ઝ સુધી બર્ન કરવામાં આવ્યું હતું. સેટેલાઇટને તેની નિશ્ચિત ભ્રમણકક્ષામાં લઇ જવા માટે આવા એલએએમ કેમિકલ રોકેટનો ઉપયોગ થાય છે. આવું એલએએમ કેમિકલ રોકેટ સેટેલાઇટમાં જ ગોઠવવામાં આવ્યું હોય છે. ઇસરોનાં સૂત્રોએ એવી મહત્વની માહિતી પણ આપી છે કે એનવીએસ : ૦૩ સેટેલાઇટ હવે તેની નિશ્ચિત ભ્રમણકક્ષામાં સફળતાથી પહોચી ગયો હોવાથી તેની નેવીગેશનની કામગીરી પણ બહુ જલદી શરૂ કરશે. એટલે કે આ સેટેલાઇટની મદદથી હવે ભારતે નાગરિક, વેપારી, વ્યૂહાત્મક વગેરે ક્ષેત્રોમાં સચોટ સમય, દિશા સૂચન, સ્થળની સચોટ માહિતી માટે વિદેશી અને ખાસ કરીને અમેરિકા પર આધાર રાખવો નહીં પડે. અત્યારસુધી ભારત તેની ગ્લોબલ પોઝીશનિંગ સિસ્ટમ(જીપીએસ) સેવા માટે અમેરિકા પર આધાર રાખવો પડતો હતો.


હવે આ સેટેલાઇટ સિસ્ટમ દ્વારા ભારત તેનાં તમામ સ્માર્ટફોન્સ, સ્માર્ટ વોચ, રેલવે, વિમાન વ્યવહાર, માર્ગ વાહન વ્યવહાર, મેરી ટાઇમ, વોટર વેઝ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, બચાવકામગીરી વગેરે ક્ષેત્રોમાં બહુ સચોટ અને ઉપયોગી સેવા આપશે. સૌથી મહત્વની સેવા એ છે કે એનવીએસ : ૦૩ સેટેલાઇટ દ્વારા ભારતીય લશ્કરની ત્રણેય પાંખ અને તેની સાથે સંકળાયેલી તમામ સુરક્ષા એજન્સીઝને ઉચ્ચ સ્તરની નેવીગેશન સેવા મળશે.
ઉપરાંત, આ સેટેલાઇટ સિસ્ટમ દ્વારા ભારત તેની આજુબાજુના ૧,૫૦૦ કિલોમીટરના વિશાળ પરિસરમાં ક્યાં અને શું શું થાય છે તેના પર બાજનજર પણ રાખી શકશે. આમ ભારત હવે આપણા સરહદી વિસ્તારોની ગતિવિધિ પર બરાબર નજર રાખી શકશે.