Breaking News :
શેરબજારમાં હાહાકાર! સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટતાં રોકાણકારોના ₹6 લાખ કરોડ એક ઝાટકે સ્વાહા યુપીના કન્નૌજ ડબલ મર્ડર : લૂંટના ઈરાદે દંપતીની હત્યા કરી પત્નીના મૃતદેહ પર 5 વાર દુષ્કર્મ કર્યું, આરોપીને પોલીસે ગોળીએ વિંધ્યો ફિલિપાઈન્સ ક્વાડની બેઠક ફોટોસેશનમાં PM મોદીએ જમીન પર પડેલું તિરંગાવાળું સ્પોટ માર્કર ઉપાડી સૌનાં દિલ જીત્યાં કાઉન્ટર ટેરરિઝમ ઓપરેશનમાં સુમેળ માટે ફોર્સ-1 અને મહારાષ્ટ્ર ATS હવે એક જ કમાન્ડ હેઠળ કેનેડાનો મોટો નિર્ણય! 2027માં 2 લાખ લોકોને PR મેળવવામાં મદદ મળશે, પરંતુ કોને મળશે આ તક? સુરત-નવસારી વચ્ચે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, C-4 કોચનો કાચ તૂટતા મુસાફરોમાં ફફડાટ

આસામ અને જૂનાગઢમાં ગોઝારા માર્ગ અકસ્માત: કથાકાર મોરારીબાપુએ મૃતકોના પરિવારજનો માટે કરી આર્થિક સહાયની જાહેરાત

November 17, 2026

જાણીતા રામકથાકાર મોરારીબાપુએ આસામના કાઝીરંગા અને ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતોમાં જીવ ગુમાવનાર કુલ 28 મૃતકોના પરિવારજનો માટે આર્થિક સહાયની જાહેરાત કરી છે. હનુમંત સંવેદના રાશિ અંતર્ગત બન્ને દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પ્રત્યેક મૃતકદીઠ 15,000 રૂપિયાની આર્થિક મદદ તેમના પરિવારોને પહોંચાડવામાં આવશે. અગાઉ પણ મોરારીબાપુ દ્વારા માર્ગ અકસ્માતના પીડિતોને આવી સહાય પૂરી પાડવામાં આવી ચૂકી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આસામના કાઝીરંગા ખાતે એક પ્રવાસી વાહન કન્ટેનર ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારી દુર્ઘટનામાં 14 બહેનો અને 12 યુવાનો સહિત કુલ 26 લોકોના કરુણ મોત નીપજ્યા હતા. આ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કરતા કથાકાર મોરારીબાપુએ પ્રત્યેક મૃતકના પરિવારને 15,000 રૂપિયા લેખે કુલ 3,90,000 રૂપિયાની સહાય જાહેર કરી છે.

આસામ દુર્ઘટનાની આ સહાયની રકમ રામકથાના મુંબઈ સ્થિત એક શ્રોતા મારફતે આસામના મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવામાં આવશે, જ્યાંથી તે મૃતકોના પરિવારજનોને ચૂકવાશે. બીજી તરફ, જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના કુબા રાવણી ગામના બે આશાસ્પદ યુવાનોના પણ માર્ગ અકસ્માતમાં કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ યુવાનોના પરિવારજનોને પણ મોરારીબાપુ દ્વારા 30,000 રૂપિયાની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી છે.

આ બંને માર્ગ અકસ્માતની ઘટનાઓ અંગે મોરારીબાપુએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે આ દુર્ઘટનાઓમાં જીવ ગુમાવનાર તમામ મૃતકોના આત્માની શાંતિ અને નિર્વાણ માટે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી. સાથે જ આ આઘાતજનક સમયે શોકાતુર પરિવારજનો પ્રત્યે પોતાની સંવેદના અને દિલસોજી પાઠવી હતી.