Breaking News :
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક્રમિત અને 754 મોત, હજુ સુધી નથી મળી કોઈ વેક્સિન! સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા 'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલચોળ! ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત

ઈલોન મસ્કને મોટો ઝટકો, DOGEની શક્તિઓ પર અમેરિકાની કોર્ટે કાતર ફેરવી

February 15, 2025

અમેરિકન ફેડરલ કોર્ટે (US Federal Court) ઈલોન મસ્કની કંપની ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) વિરુદ્ધ મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે ઈલોન મસ્કની કંપનીના અધિકારીઓને અમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના કામકાજમાં દખલ કરવાથી રોકી દીધા છે, કારણ કે આ વિભાગ પાસે અમેરિકાના લાખો લોકોની અત્યંત સંવેદનશીલ અને વ્યક્તિગત માહિતી છે, જેને ઍક્સેસ કરવાનો ઈલોન મસ્કની કંપનીને કોઈ કાનૂની અધિકાર નથી. ડેમોક્રેટિક એટર્ની જનરલના એક ગ્રુપે ઈલોન મસ્ક, ડોનાલ્ડ ટ્રમ્પ અને DOGE સામે દાવો દાખલ કર્યો. આ મામલે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, 'અમે કોર્ટના આદેશનું પાલન કરીશું.' આ દરમિયાન મસ્ક-ટ્રમ્પ સાથીઓએ ચુકાદો આપનારા ન્યાયાધીશો સામે મહાભિયોગની માંગ કરી છે. મેનહટનમાં ડિસ્ટ્રિક્ટ જજ જેનેટ વર્ગાસે આ કેસમાં ચુકાદો આપ્યો હતો, જ્યારે બીજી કોર્ટે વિરુદ્ધ દિશામાં ચુકાદો આપ્યો હતો, જેનાથી મસ્કની કંપનીને રેકોર્ડ્સ ઍક્સેસ કરવાની મંજૂરી મળી હતી. શનિવારે (15મી જાન્યુઆરી) જિલ્લા ન્યાયાધીશ જીનેટ વર્ગાસે અરજીનો નિકાલ કર્યો અને ઈલોન મસ્કની કંપની DOGE પર લાદવામાં આવેલ કામચલાઉ સ્ટે લંબાવ્યો. આનાથી મસ્કની ટીમ અમેરિકાના ટ્રેઝરી સિસ્ટમ સુધી પહોંચી શકશે નહીં, જે ટ્રિલિયન ડોલરની ચુકવણી માટે જવાબદાર છે. DOGEને રેકોર્ડ્સ સુધી પહોંચવા દેવાની ન્યાયાધીશની વિનંતીને 19 ડેમોક્રેટિક રાજ્યોના એટર્ની જનરલોએ મંજૂરી આપી હતી. આમાંથી એક અરજીની સુનાવણી દરમિયાન આ આદેશ આપવામાં આવ્યો છે. બાકીની અરજીઓ પર નિર્ણય હજુ જાહેર થવાનો બાકી છે. ડેમોક્રેટિક એટર્ની જનરલના એક જૂથે મસ્ક, ટ્રમ્પ અને DOGE પર દાવો માંડ્યો, જેમાં આરોપ લગાવવામાં આવ્યો કે ઈલોન મસ્કની સરકારી નિમણૂક ગેરબંધારણીય હતી અને ફેડરલ ન્યાયાધીશને તેમને સરકારી ડેટા ઍક્સેસ કરવા અને તેનો ઉપયોગ કરવાથી રોકવા માટે કહ્યું.