હનુમાન અંશ'ની કમાણી 400 કરોડને પાર! કૈંચી ધામમાં ભક્તોનું ઘોડાપૂર
October 05, 2026
લેખક ડૉ. વિશાલ ચતુર્વેદીની ભક્તિ-ભાવથી ભરપૂર ફિલ્મ 'હનુમાન અંશ'ની અપાર સફળતા બાદ, નૈનિતાલ સ્થિત પ્રસિદ્ધ 'કૈંચી ધામ'માં બાબાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, ડૉ. વિશાલ ચતુર્વેદીનો એક વિશેષ વીડિયો સંદેશ સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર કેંચી ધામના મંદિર પરિસરમાં લાગેલી લાંબી કતારો અને ભીડના વીડિયો વાઇરલ થયા બાદ ડિરેક્ટરે આ અપીલ કરી છે. તેમણે 'જય સીતારામ'થી પોતાની વાત શરૂ કરતા જણાવ્યું કે આ સમયે કેંચી ધામમાં ભારે ભીડ જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે 'હનુમાન અંશ' ફિલ્મ જોયા બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ત્યાં પહોંચી રહ્યા છે. મારી ભક્તોને અપીલ છે કે પરિસ્થિતિ ગમે તેવી હોય, પરંતુ કૈંચી ધામ જતા પહેલાં ત્યાંના હાલ અને વ્યવસ્થાઓની સાચી માહિતી મેળવી લેવી જોઈએ.' ડિરેક્ટરે વીડિયોમાં જણાવ્યું કે, 'જો કેંચી ધામમાં લાંબી લાઈનો અને ભારે ભીડ હોય, તો ભક્તો બાબા નીમ કરોલી મહારાજ સાથે જોડાયેલા અન્ય પવિત્ર સ્થળોની મુલાકાત લઈ શકે છે. જેમાં ઋષિકેશ-નૈનિતાલ માર્ગ પર સ્થિત હનુમાન ગઢી મંદિર, અબરપુર (જ્યાં મહારાજજીનું જન્મસ્થળ છે), વૃંદાવન સ્થિત સમાધિ સ્થળ અને નીબ કરૌરી ગામ (જ્યાં બાબાજીએ કઠિન તપસ્યા કરી હતી)નો ઉલ્લેખ કર્યો છે. જો વધુ ભીડના કારણે કેંચી ધામ પહોંચવું મુશ્કેલ બને, તો આ પવિત્ર સ્થળો પર પણ બાબાજીની કૃપા અને ઉપસ્થિતિ અનુભવી શકાય છે, કારણ કે મહારાજજી તો દરેક ભક્તના હૃદયમાં વસે છે.' શ્રદ્ધાળુઓની સુવિધા પર ભાર મૂકતા તેમણે આગળ જણાવ્યું કે, 'અત્યંત ભીડ અને લાંબા ટ્રાફિક જામના કારણે પરિવારના બાળકો અને મહિલાઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહે છે અને ગૂંગળામણ અનુભવે છે. આવી પરિસ્થિતિ ન સર્જાય, તે માટે જરૂરી છે કે ભક્તો સમજદારી દાખવે અને સ્થિતિનો સાચી માહિતી મેળવ્યા બાદ જ પોતાની યાત્રાનું આયોજન કરે.' જો ફિલ્મના કમાણીના આંકડાઓની વાત કરીએ, તો 'હનુમાન અંશ'એ બોક્સ ઓફિસ પર સફળતાના નવા રેકોર્ડ બનાવ્યા છે. રિલીઝના 58મા દિવસે પણ આ ફિલ્મ સિનેમાઘરોમાં મજબૂતીથી ટકી રહી છે. ઘરેલુ બોક્સ ઓફિસ પર આ ફિલ્મે અત્યાર સુધીમાં 379.96 કરોડ રૂપિયાનું ગ્રોસ અને 321.73 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન મેળવી લીધું છે, જ્યારે વર્લ્ડવાઈડ કમાણી 419.46 કરોડ રૂપિયાના શાનદાર આંકડાને વટાવી ચૂકી છે.
Related Articles
નુસરત ભરૂચાને એર એમ્બ્યુલન્સ દ્વારા સ્પાઇન સર્જરી માટે મુંબઇ લવાશે
નુસરત ભરૂચાને એર એમ્બ્યુલન્સ દ્વારા સ્પા...
Oct 03, 2026
દૃશ્યમ-3 ની છપ્પરફાડ ઓપનિંગ, પહેલા દિવસે જ 95 કરોડની કમાણી, આયુષ્માન ખુરાના ડર્યો!
દૃશ્યમ-3 ની છપ્પરફાડ ઓપનિંગ, પહેલા દિવસે...
Oct 03, 2026
પ્રતિબંધિત જાહેરાત મામલે તુકારામ મુંઢે લાલઘૂમ: શાહરૂખ, અજય અને ટાઇગરને થઈ શકે 10 લાખનો દંડ
પ્રતિબંધિત જાહેરાત મામલે તુકારામ મુંઢે લ...
Sep 30, 2026
આઇફા એવોર્ડ 2027 અબુધાબીમાં બાવીસ-ત્રેવીસ જાન્યુઆરીએ યોજાશે
આઇફા એવોર્ડ 2027 અબુધાબીમાં બાવીસ-ત્રેવી...
Sep 26, 2026
72મો નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: કાર્તિક આર્યન બેસ્ટ એક્ટર, યામી ગૌતમ બેસ્ટ એક્ટ્રેસ અને અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડ
72મો નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: કાર્તિક આર્યન...
Sep 22, 2026
ભાગેડુ કૌભાંડી લલિત મોદીની પણ હવે બાયોપિક બનશે
ભાગેડુ કૌભાંડી લલિત મોદીની પણ હવે બાયોપિ...
Sep 19, 2026
Trending NEWS
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026