Breaking News :
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા 'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલચોળ! ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત ફીફા વર્લ્ડ કપમાં સ્પેનનું દમદાર પરફોર્મન્સ, સેમિ ફાઈનલમાં ફ્રાન્સને 2-0થી કચડી ફાઈનલમાં એન્ટ્રી

કેનેડા અંગે સવાલ થતાં જ ભડક્યાં ટ્રમ્પ, બ્રિટિશ PMને અધવચ્ચે અટકાવ્યા

February 28, 2025

અમેરિકાના પ્રવાસે આવેલા બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન, એક પત્રકારે કેનેડા પર કીર સ્ટાર્મરને પ્રશ્ન કરતાંની સાથે જ ટ્રમ્પ ગુસ્સે થઈ ગયા અને તેમને અટકાવ્યા હતા.


પત્રકારે બ્રિટિશ વડાપ્રધાનને પૂછ્યું કે, 'શું તમે કેનેડા પર કબજાને લઈને રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદનો પર ચર્ચા કરી છે.' આના પર સ્ટાર્મરે જવાબ આપ્યો, 'મને લાગે છે કે તમે અમારી વચ્ચે કોઈ વિભાજન શોધવાનો પ્રયાસ કરી રહ્યા છો જે અસ્તિત્વમાં નથી. અમારા સંબંધ સારા છે અને અમે આજે ખૂબ જ સારી ચર્ચા કરી  હતી, આ દરમિયાન અમે કેનેડાનો ઉલ્લેખ પણ નથી કર્યો.'  જ્યારે બ્રિટિશ વડાપ્રધાન કેનેડા વિશે પત્રકારના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા, ત્યારે ટ્રમ્પે તેમને અટકાવ્યા અને પત્રકારને કહ્યું, 'બસ બહુ થયું, હવે કંઈ ન પૂછશો.' બંને રાષ્ટ્રોના નેતાઓ મુખ્યત્વે યુક્રેનને સમર્થન અને વેપાર સંબંધો અંગે ચર્ચા કરવા માટે મળ્યા હતા. ટ્રમ્પે વડાપ્રધાન કીર સ્ટાર્મરનું આયોજન કર્યું હતું અને બંનેએ યુક્રેનમાં ત્રણ વર્ષ ચાલેલા યુદ્ધને સમાપ્ત કરવા અંગે યુએસના વલણ અંગે ચર્ચા કરી હતી.