એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી જીત્યો ગોલ્ડ મેડલ
October 03, 2026
એશિયન ગેમ્સ 2026ના મેન્સ ક્રિકેટના મહામુકાબલામાં ભારતે ચિરપ્રતિદ્વંદ્વી પાકિસ્તાનને 19 રને હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો છે. જાપાનના નિશિન સ્થિત કોરોગી સ્પોર્ટ્સ પાર્ક ખાતે રમાયેલી આ હાઈ-વોલ્ટેજ ફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે પ્રથમ બેટિંગ કરતા 211 રનનો પહાડ જેવો સ્કોર ખડક્યો હતો, જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 192 રન જ બનાવી શકી હતી. આ સાથે જ ભારતે ગોલ્ડ મેડલ જીતીને પોતાનું ટાઈટલ સફળતાપૂર્વક જાળવી રાખ્યું છે. ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓપનર અભિષેક શર્માએ માત્ર 20 બોલમાં 6 છગ્ગાની મદદથી પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. તેણે 31 બોલમાં 7 ગગનચુંબી છગ્ગા સાથે 61 રનની સનસનાટીભરી ઇનિંગ રમી હતી. મિડલ ઓર્ડરમાં તિલક વર્માએ પણ અણનમ 51 રન અને શિવમ દૂબેએ 27 રનની આક્રમક બેટિંગ કરી હતી. આ સિવાય વૈભવ સૂર્યવંશીએ 15, ઈશાન કિશને 20 અને કેપ્ટન શ્રેયસ અય્યરે 21 રનનું યોગદાન આપતા ભારતે 20 ઓવરમાં 6 વિકેટના ભોગે 211 રન બનાવ્યા હતા. 212 રનના વિજયી લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમની શરૂઆત આક્રમક રહી હતી, પરંતુ ભારતીય બોલરોએ ચુસ્ત બોલિંગ કરીને પાકિસ્તાન પર સતત દબાણ જાળવી રાખ્યું હતું. પાકિસ્તાન તરફથી હસન નવાઝે 51 બોલમાં 96 રનની તોફાની ઈનિંગ રમીને એક સમયે મેચ રોમાંચક બનાવી દીધી હતી. પરંતુ વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ અને શિવમ દૂબેએ સમયાંતરે વિકેટો ઝડપીને પાકિસ્તાનના વિજયના મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું. પાકિસ્તાનને છેલ્લી ઓવરમાં જીતવા માટે 6 બોલમાં 33 રનની જરૂર હતી. કેપ્ટન શ્રેયસ અય્યરે અંતિમ ઓવર શિવમ દૂબેને સોંપી હતી. દૂબેએ ઓવરના છેલ્લા બોલે હસન નવાઝને આઉટ કરીને પાકિસ્તાનને 192 રન પર રોકી દીધું હતું. ભારતીય ટીમની આ શાનદાર જીત સાથે જ જાપાનની ધરતી પર ભારતનો તિરંગો લહેરાયો હતો. નોંધનીય છે કે, આ જ ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશને 63 રને હરાવીને શ્રીલંકાની ટીમે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.
Related Articles
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડ...
Oct 03, 2026
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિટોરિયસે T20 ક્રિકેટના ઈતિહાસનો ક્રિસ ગેલનો 13 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિ...
Oct 03, 2026
ICC વનડે વર્લ્ડ કપ 2027ના શેડ્યૂલની જાહેરાત, 10 ઑક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો
ICC વનડે વર્લ્ડ કપ 2027ના શેડ્યૂલની જાહે...
Oct 02, 2026
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જીત્યા 8 મેડલ, એશિયન ગેમ્સમાં કુલ મેડલ 45 થયા
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જી...
Sep 29, 2026
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત, સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત,...
Sep 26, 2026
Trending NEWS
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણ...
02 October, 2026
દોષિતોએ ભારે કિંમત ચૂકવવી પડશે', નેતન્યાહૂનો એક્શન...
02 October, 2026
જ્ઞાનેશ કુમારના રાજીનામાં સુધી લડાઈ યથાવત રહેશે'-...
02 October, 2026
જ્ઞાનેશ કુમારના રાજીનામાંની માંગ તેજ છતાં ચૂંટણી પ...
02 October, 2026
ICC વનડે વર્લ્ડ કપ 2027ના શેડ્યૂલની જાહેરાત, 10 ઑક...
02 October, 2026
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉકેલાયો
30 September, 2026
ચાલુ ફ્લાઈટમાં બંને પાયલટ બાખડ્યા ને દુનિયામાં ફેલ...
30 September, 2026
પ્રતિબંધિત જાહેરાત મામલે તુકારામ મુંઢે લાલઘૂમ: શાહ...
30 September, 2026
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો...
30 September, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં...
30 September, 2026