ત્રણ કલાક ED-CBI સોંપી દો, તમામને જેલમાં ધકેલી દઈશ’ રાજ્યસભામાં સંજય સિંહના પ્રહાર
December 17, 2024

દિલ્હી : રાજ્યસભામાં આજે (12 ડિસેમ્બર) બંધારણની ચર્ચા દરમિયાન ભારે હોબાળો થયો છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે રાજ્યસભામાં દિલ્હીની ચૂંટણી પહેલા મતદાર યાદીમાંથી નામ કપાઈ જવાનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, ‘ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ તુગલકાબાદના બૂથ પરથી અનેક મતદારોના નામ કાપ્યા છે.’ આ આક્ષેપ પર ઉપાધ્યક્ષ હરિવંશે આક્ષેપોને પ્રમાણિત કરવા કહ્યું, તો તેમણે કહ્યું કે, હું આ મુદ્દાને પ્રાણિત કરીને રહીશ. બીજીતરફ ભાજપના ગૃહ નેતા જે.પી.નડ્ડાએ પણ સંજય સિંહના આક્ષેપોનો જવાબ આપ્યો છે.
નડ્ડાએ કહ્યું કે, ‘સંજય સિંહે મતદાર યાદીમાંથી નામ કાપવાનો જે મુદ્દો ઉઠાવ્યો છે, તેની જોગવાઈ પણ તે જ બંધારણમાં છે, જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ.’ તેમણે કહ્યું કે, ‘મતદાર યાદીમાં જોવાનું એ છે કે, જેઓના નામ કપાયા છે, તેઓ બાંગ્લાદેશી-રોહિંગ્યાઓ તો નથી.’
નડ્ડાના જવાબ પર સંજય સિંહે રામ સિંહ સહિત અનેક મતદારોના નામ વાંચ્યા અને કહ્યું કે, ‘તમે પૂર્વાંચલના ભાઈઓને રોહિંગ્યા-બાંગ્લાદેશી કહેવાની હિંમત કેવી રીતે કરી. પૂર્વાંચલના ભાઈઓ મહેતન કરી પસીનો વહાવે છે. પૂર્વાંચલના લોકો તમારી જામીનગીરી જપ્ત કરાવશે. તેઓ (ભાજપ) ચૂંટણીમાં ગોટાળો કરીને જીતવા માંગે છે. તમારી આ ચાલ દિલ્હીમાં નહીં ચાલે. તમે ચૂંટણીમાં ગોટાળો કરશો તો બંધારણ કેવી રીતે બચશે’
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે વધુમાં કહ્યું કે, ‘બાંગ્લાદેશી ઘૂસણખોરો અને રોહિંગ્યાઓની વાત થઈ રહી છે, જોકે છેલ્લા 10 વર્ષથી કોની સરકાર છે. શું અહીં ટ્રમ્પની સરકાર છે, શું ઓબામાની સરકાર છે. અહીં 10 વર્ષથી મહામાનવની સરકાર છે. હું પૂછવા માંગું છું કે, સરહદ પર સુરક્ષાની જવાબદારી કોની છે. બાંગ્લાદેશની સરહદ ત્રિપુરા, આસામ અને બંગાળને અડીને આવી છે. બાંગ્લાદેશીઓ ઝારખંડ, બિહાર, ઉત્તરપ્રદેશ પાર કરીને દિલ્હીમાં કેવી રીતે આવે? શું તમે ઘાસ કાપવા ગયા હતા?
તેમણે કહ્યું કે, ‘10 વર્ષમાં 10 બાંગ્લાદેશી ઘૂસણખોરોને દિલ્હીમાંથી ભગાડ્યા હોય તો નામ બતાવો. તમે રાજકારણ કેમ રમી રહ્યા છો. અદાણી બાંગ્લાદેશમાં વીજળી સપ્લાય કરે છે. ભારતની વીજળી ચોરી કરીને બાંગ્લાદેશીઓના ઘર રોશન કરે છે અને તમે અમને જ્ઞાન આપી રહ્યા છો. અદાણી ઝારખંડમાંથી વીજળી ચોરી કરીને બાંગ્લાદેશન પહોંચાડે છે. આ બેવડી નીતિ નહીં ચાલે. એકતરફ તમારા લોકો કતારના શેખો સાથે બિઝનેસ કરી રહ્યા છે અને તમે અહીં મુસ્લિમો વિરુદ્ધ હિંસાની વાત કરો છો.’
Related Articles
કર્ણાટક સરકારનો મોટો નિર્ણય! સિનેમા ટિકિટનો મહત્તમ ભાવ 200 રૂપિયા નક્કી કરવા પ્રસ્તાવ
કર્ણાટક સરકારનો મોટો નિર્ણય! સિનેમા ટિકિ...
Jul 16, 2025
ચોમાસુ સત્રનો સમયગાળો 9 દિવસ વધ્યો, જાણો કયા આઠ મહત્ત્વના બિલ રજૂ કરાશે
ચોમાસુ સત્રનો સમયગાળો 9 દિવસ વધ્યો, જાણો...
Jul 16, 2025
ભારત સરકારની દેશવાસીઓને અપીલ : જરૂરી ન હોય ત્યાં સુધી ઇરાનની યાત્રા ન કરો
ભારત સરકારની દેશવાસીઓને અપીલ : જરૂરી ન હ...
Jul 16, 2025
પિથોરાગઢમાં મોટો રોડ અકસ્માત, 8 લોકોના ઘટનાસ્થળે જ મોત, 3 ઘાયલ
પિથોરાગઢમાં મોટો રોડ અકસ્માત, 8 લોકોના ઘ...
Jul 16, 2025
ગોલ્ડન ટેમ્પલને બીજી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગોલ્ડન ટેમ્પલને બીજી વખત બોમ્બથી ઉડાવી દ...
Jul 16, 2025
સમોસા, જલેબી જેવા ફૂડ પ્રોડક્ટસ પર ચેતવણી લેબલ
સમોસા, જલેબી જેવા ફૂડ પ્રોડક્ટસ પર ચેતવણ...
Jul 16, 2025
Trending NEWS

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025
16 July, 2025

16 July, 2025
16 July, 2025

16 July, 2025