Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

બાગેશ્વર ધામમાં ફરી નાસભાગ: ધર્મશાળાની દીવાલ ધરાશાયી થતાં એકનું મોત, 11 ઈજાગ્રસ્ત

July 08, 2025

બાગેશ્વર ધામમાં મંગળવારે (8 જુલાઈ) વહેલી સવારે એક ધર્મશાળાની દિવાલ પડવાના કારણે ઉત્તર પ્રદેશની એક મહિલા શ્રદ્ધાળુનું મોત નિપજ્યું હતું અને 11 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક પોલીસ અને તંત્રએ ઘટનાસ્થળે પહોંચીને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા અને મામલાની તપાસ શરૂ કરી દીધી. વળી, આ પહેલાં 3 જુલાઈએ પણ ધામ પરિસરના ટેન્ટમાં તૂટી જવાથી એક વડીલનું મોત નિપજ્યું હતું. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગુરૂ પુર્ણિમા પર તમામ શ્રદ્ધાળુઓને ઘરે જ રહેવાની અપીલ કરી હતી. ઈજાગ્રસ્તોના પરિજનોએ જણાવ્યું કે, તેઓ ધર્મશાળામાં સૂતા હતા, ત્યારે અચાનક દિવાલ તેમના ઉપર પડી. અધિકારીઓએ જણાવ્યું કે, દિવાલ પડવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. ઈજાગ્રસ્તોની સ્થિતિ હાલ સ્થિર છે અને તેમની સારવાર શરૂ છે. તેમણે એવું પણ કહ્યું કે, મૃતકના પરિજનોને વળતર આપવામાં આવશે. આ પહેલાં 3 જુલાઈએ પણ બાગેશ્વર ધામ પરિસરમાં એક દુર્ઘટના બની હતી. 3 જુલાઈની સવારે આશરે 7 વાગ્યે આરતી બાદ બાગેશ્વર ધામ પરિસરમાં ટેન્ટ તૂટ્યો હતો. વરસાદથી બચવા માટે ટેન્ટની નીચે શ્રદ્ધાળુઓમાંથી એક વડીલના માથામાં લોખંડનું એન્ગલ પડવાથી તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઘટનામાં નાસભાગ મચવાથી 8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પ્રત્યક્ષદર્શી આર્યન કમલાપુરીએ જણાવ્યું હતું કે, અમે બધા સ્ટેજ પાસે ઊભા હતા. જોકે, વરસાદના કારણે પાણીથી બચવા અમે ટેન્ટમાં આવી ગયા. પાણી ભરાવાના કારણે ટેન્ટ નીચે પડી ગયો જેના કારણે નાસભાગ મચી ગઈ. ટેન્ટની નીચે આશરે 20 લોકો દબાઈ ગયા. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.