ભ્રામક જાહેરાત બદલ બ્રિટાનિયાને 1 લાખનો દંડ: 100%ના બદલે 62% જ ઘઉં નીકળતાં પ્રચાર હટાવવા આદેશ
October 27, 2026
દેશની અગ્રણી ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ અને બેકરી કંપની બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને પોતાના લોકપ્રિય ઉત્પાદનના પ્રચારમાં ભ્રામક દાવો કરવા બદલ 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. કંપનીની 100 ટકા ઘઉંની બ્રેડની જાહેરાત ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી હોવાનું સામે આવતાં સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ આ કાર્યવાહી કરી છે.
તપાસ દરમિયાન સત્તામંડળે જાતે જ આ ફરિયાદ હાથ પર લીધી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે બ્રિટાનિયા જાહેરાતોમાં 100 ટકા ઘઉંની બ્રેડનો પ્રચાર કરે છે, પરંતુ પેકેટની પાછળ દર્શાવેલી વિગતમાં ઘઉંના લોટનું પ્રમાણ માત્ર 62 ટકા જ હતું. જ્યારે બાકીના 38 ટકામાં ચોખાનું ભૂસું અને અન્ય ઘટકો સામેલ હોવાનું જણાયું હતું.
વધુમાં, સત્તામંડળે જણાવ્યું હતું કે 100 ટકા ઘઉંના લોટનો દાવો ખોટો હતો, કારણ કે તેનાથી ગ્રાહકોમાં એવી છાપ ઊભી થઈ હતી કે આ ઉત્પાદન સંપૂર્ણપણે ઘઉંમાંથી જ બનેલું છે.
બીજી તરફ, મુખ્ય કમિશનર નિધિ ખરેના નેતૃત્વ હેઠળના સત્તામંડળે કંપનીને આ ભ્રામક જાહેરાત તમામ માધ્યમો પરથી તાત્કાલિક હટાવી લેવા અને 15 દિવસમાં પાલન અહેવાલ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. પેકેજ્ડ ફૂડ ઉદ્યોગમાં જાહેરાતોની પ્રામાણિકતા અને ગ્રાહક અધિકારોની દૃષ્ટિએ આ નિર્ણય ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
Related Articles
ગુવાહાટીમાં હોટેલ બિલાસ ઇનમાં ગોળીબાર: એક જ પરિવારના 5 સભ્યોના મોત, પિસ્તોલ સાથે એક પકડાયો
ગુવાહાટીમાં હોટેલ બિલાસ ઇનમાં ગોળીબાર: એ...
Oct 27, 2026
સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સમાં સુધારો કરી સરકારે 100 ટકા એથનોલથી ચાલતાં ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોને મંજૂરી આપી
સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સમાં સુધારો ક...
Oct 27, 2026
સશસ્ત્ર દળોની તાકાત વધારવા 2.12 લાખ કરોડના સોદાને લીલી ઝંડી, 82% હથિયારો સ્વદેશી હશે
સશસ્ત્ર દળોની તાકાત વધારવા 2.12 લાખ કરોડ...
Oct 27, 2026
બંગાળની ખાડીમાં 'અર્નબ' વાવાઝોડાનું સંકટ: આંધ્ર-ઓડિશા એલર્ટ પર, સાઉથ કોસ્ટ રેલવેએ 53 ટ્રેનો રદ, વોર રૂમ શરૂ કરી સુરક્ષા વધારી
બંગાળની ખાડીમાં 'અર્નબ' વાવાઝોડાનું સંકટ...
Oct 27, 2026
પશ્ચિમ બંગાળના આસનસોલમાં લિફ્ટ બગડતાં ખાણમાં 200 ફૂટ નીચે 14 મજૂરો ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
પશ્ચિમ બંગાળના આસનસોલમાં લિફ્ટ બગડતાં ખા...
Oct 27, 2026
AI ખર્ચ સરભર કરવા માઈક્રોસોફ્ટનો મોટો નિર્ણય: ભારત સહિત 4 દેશોના 60,000 કર્મચારીઓને સ્વૈચ્છિક રાજીનામાની ઓફર
AI ખર્ચ સરભર કરવા માઈક્રોસોફ્ટનો મોટો નિ...
Oct 27, 2026
Trending NEWS
26 October, 2026
26 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026