બોલના શેપને લઈને લોર્ડ્સમાં હોબાળો, અમ્પાયર પર ભડક્યો કેપ્ટન શુભમન ગિલ

July 11, 2025

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર બ્લોકબસ્ટર ટેસ્ટ મેચ ચાલી રહી છે. આ મેચમાં ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઇંગ્લેન્ડ તરફથી પહેલી ઇનિંગમાં જો રૂટ સદી ફટકારવામાં સફળ રહ્યા. રૂટના ટેસ્ટ કરિયરની આ 37મી સદી રહી. 
આ મેચના બીજા દિવસે (11 જુલાઈ) મેદાન પર વિવાદ સર્જાયો હતો. ભારતીય ખેલાડી ડ્યૂક્સના બોલની શેપથી નાખુશ હતા અને અમ્પાયરને તેને લઈને ફરિયાદ કરી. આ સમગ્ર ઘટનાક્રમ ઇંગ્લેન્ડની ઈનિંગની 91મી ઓવરમાં બન્યો. કારણ કે 80મી ઓવર બાદ ભારતીય ટીમે નવો બોલ લીધો હતો, તેવામાં નવો બોલ માત્ર 10 ઓવર જૂનો હતો. જો કે, તેમ છતાં બોલનો શેપ બરાબર ન હતો.


અમ્પાયરે બોલને તપાસ માટે 'રિંગ ટેસ્ટ' કર્યો. પરંતુ બોલ તે રિંગથી ન નીકળ્યો, જેનાથી સ્પષ્ટ થઈ ગયું કે બોલ ખરાબ થઈ ગયો છે. ત્યારબાદ નવો બોલ મંગાવવામાં આવ્યો, પરંતુ ભારતીય કેપ્ટન શુભમન ગિલને પણ પસંદ ન આવ્યું. તે અમ્પાયરથી જોરદાર વાતચીત કરતા નજરે પડ્યો.


ગિલ જ્યારે અમ્પાયર સાથે વાત કરી રહ્યો હતો ત્યારે તે ખૂબ ગુસ્સામાં લાગી રહ્યો હતો. જો કે, અમ્પાયરે તેમની દલીલોને ફગાવી દીધી. સ્ટમ્પ માઇક પર મોહમ્મદ સિરાજનો અવાજ પણ સંભળાયો હતો.