મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 16 શ્રમિકોના મોત, અનેક લોકો ફસાયાની આશંકા
February 05, 2026
મેઘાલયના પૂર્વ જયંતિયા હિલ્સ જિલ્લામાં આજે (5 ફેબ્રુઆરી) એક ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ થયો છે. ઘટનામાં 16 શ્રમિકોના મોત અને અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. હાલ ઘટનાસ્થળે પુરજોશમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. પોલીસ મહાનિદેશક આઈ.નોંગરાંગે ઘટના અંગે માહિતી આપતા કહ્યું કે, ‘થાંગસ્કૂ વિસ્તારમાં આવેલી કોલસાની ખાણમાં સવારે વિસ્ફોટ થયો છે. બચાવ ટુકડી ફસાયેલા લોકોને શોધવા અને બહાર કાઢવા માટે કામગીરી કરી રહ્યા છે.’
તેમણે કહ્યું કે, ‘ઘટના સ્થળેથી અત્યાર સુધીમાં 16 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. વિસ્ફોટ સમયે ખાણમાં કેટલા શ્રમિકો હતા, તેની વિગતો સામે આવી નથી. ખાણની અંદર અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. ઈસ્ટ જૈતિયા હિલ્સના પોલીસ અધિક્ષક વિકાશ કુમારે કહ્યું કે, એક ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગંભીર સ્થિતિ હોવાના કારણે તે યુવકને શિલોન્ગની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે.
કોલસાની ખાણમાં ખાણકામ ચાલી રહ્યું હતું ત્યારે વિસ્ફોટ થયો હોવાની પોલીસને આશંકા છે. રિપોર્ટ મુજબ આ ખાણ ગેરકાયદેસર રીતે ચાલી રહી હતી. જ્યારે પોલીસે પૂછપરછ અને તપાસ કરી ત્યારે ખાણ ગેરકાયદે હોવાનું સામે આવ્યું છે. જોકે વિસ્ફોટ થવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી અને તેની તપાસ કરવામાં આવશે.
Related Articles
મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલા...
Jun 25, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની...
Jun 25, 2026
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગો...
Jun 24, 2026
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું...
Jun 24, 2026
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ...
Jun 24, 2026
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર વરસાદ, 5 કલાકમાં 99 મિલીમીટર પાણી પડતાં અનેક વિસ્તારો જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર...
Jun 24, 2026
Trending NEWS
25 June, 2026
25 June, 2026
25 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026